________________
લે મિરાપ્ત સીએ કંપી ઊઠીને પૂછયું, “મા રે! તને થઈ શું ગયું છે?”
કાંઈ નહિ, હું સારી છું. મારી દીકરીને હવે પેલા રોગથી દવા વગર મરવું નહિ પડે.”
આટલું કહીને તે સહેજ હસી. પણ કેવું ભયંકર હાસ્ય! ડોસીએ જેવું કે તેના હોઠના ખૂણા લાલ ઘૂંકથી ખરડાયેલા હતા અને તેના મોંમાં આગળના ભાગમાં ખાલી બાકું દેખાતું હતું.
કેન્ટાઇને ચાળીસ ક્રાંક નારડિયરને મોકલાવી આપ્યા. પરંતુ એ તેની પૈસા કઢાવવાની યુક્તિ જ હતી; કૉલેટ માંદી ન હતી. - ફેન્ટાઇને પિતાને અરીસા હવે બારીમાંથી હંમેશને માટે ફેંકી દીધો. પિતાની એરી પણ ખાલી કરીને તે હવે મકાનના છાપરા નીચેના માળિયામાં રહેવા ચાલી ગઈ. માળિયામાં છાપરું માળ સાથે એ ખૂણે કરીને અડવું હોય છે કે, દરેક પગલે તમારું માથું ઉપર રિચાય. ગરીબ માણસ પિતાના એ ઓરડાને છેડે પિતાના નસીબના છેડાની જેમ વધુ ને વધુ નમતે જઈને જ પહોંચી શકે. તેની આખે હવે વિચિત્ર રીતે ચમકવા લાગી, અને દરેક ઉધરસે તેને ખભાની ડાબી હાંસડીએ દુખાવો થતે. દિવસના તે સત્તર કલાક સીવણકામ કરતી. પરંતુ એવામાં એક સટોરિયાએ કેદખાનાની બધી સ્ત્રીકેદીઓને સસ્તામાં કામે રોકી લીધી અને તેથી બહારની મજરીનો દર રોજના. નવ સૂ થઈ ગયો. - આખા દિવસના કામના નવ સૂ! તેના લેણદારો હવે પહેલાં કરતાં વધુ આકળા થતા ચાલ્યા અને તેમને તગાદો અસહ્ય બનતે ગયો. ભગવાન જાણે, તેઓ તેની પાસે શું ઇચ્છતા હતા તે હવે મરણિયા જેવી બની ગઈ અને તેનામાં જંગલી પશુ જેવું કાંઈક જાગી ઊઠયું. એ જ વખતે થનારડિયરે તેને કાગળ લખ્યું કે, “હવે મેં બહુ રાહ જોઈ છે; અને જો પાછલા ચડેલા સે ફ્રાંક મને તરત જ નહિ મળે, તે રોગમાંથી હમણાં જ ઊઠેલી કૉસેટને હું ઘરમાંથી કાઢી મૂકીશ.”
સે કૂક!” ફેન્ટાઈને વિચાર્યું. “પણ કયા ધંધામાંથી મને દિવસના સે સૂ પણ મળે તેમ છે? ઠીક ! હવે હું મારી પાસે જે બાકી રહ્યું છે તે જ વેચીશ!”
અને એ અભાગણી સ્ત્રી અધ:પતને છેલે કિનારે બેઠી.
જ લગભગ પાંચ નયા પૈસા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org