________________
એલામાંથી ચૂલામાં તે આનું નામ!
૪૦૫ ગોળ આકારનું હતું.
પણ ત્યાં આવીને જ તેને થોભી જવું પડ્યું. એ ગટરનું મેં હતું પણ તેમાંથી બહાર નીકળાય તેમ નહોતું! તેને મજબૂત સળિયાના દરવાજાથી બંધ કરેલું હતું. એ દરવાજો બેવડા તાળાની કળથી બંધ કરેલો હતા, જેને એક જ ચાવી વડે બહારથી તેમ જ અંદરથી ખેલી શકાય.
એ ગટરના મની બહાર તો ખુલ્લી હવા, નદી, અને દિવસનો પ્રકાશ હતાં. નદીનું ભાથું બહુ સાંકડું હતું, પણ નીકળીને ચાવી શકાય તેટલું તે હતું જ.
સાંજના સાડા આઠ વાગ્યાના સુમાર થવા આવ્યો હતો, અને સૂર્ય આથમવા લાગ્યો હતો.
જન વાલજીને મેરિયસને ભીંતને ટેકે કોરા ભાગ ઉપર ગોઠવ્યો, અને પછી બંને હાથ વડે દરવાજાના સળિયા હલાવવા માંડયા. એણે જોર તો ભયંકર કર્યું, પણ સળિયાઓને તેની કશી અસર થઈ નહિ. તેણે એક પછી એક બધા સળિયા હલાવી જોયા, પણ એકે સળિયે હાલ્યો નહિ. બધું એવું તે ઇજનેરી કુશળતાથી બેસાડેલું હતું કે ચાવી સિવાય કે સળિયા કાપ્યા સિવાયમાત્ર બળથી એને જરા પણ ડગાવી ન શકાય.
તે શું હવે આ દરિયો ઓળંગ્યા પછી કિનારા પાસે જ ફરી ડૂબી મરવા જેવો તેને ઘાટ થવાને હતે? અહીંથી બહાર ન નીકળાય, તે પાછા પેલા કળણ તરફ જવું એ તો અશક્ય જ હતું. તેનામાં એ કળણ ફરીથી ઓળંગવાનું જોર જ રહ્યું ન હતું, અને કળણ ઓળંગે, તે પણ ગટરો તપાસતી પોલીસ ટુકડીઓના હાથમાંથી ફરીથી છટકવાની આશા રાખવી એ તે મુર્નાઈ જ કહેવાય,
પોતાની પીઠ એ સળિયાઓ તરફ ફેરવી તે કાળી નિરાશામાં ત્યાં ને ત્યાં જ ફસડાઈ પડયો. વિપત્તિનો આ છેલ્લો ટડો ગળવો અશક્ય હતે.
૨
આ અંતિમ કારમી ઘડીએ તેને કોનો વિચાર આવ્યો? પોતાને નહિ, મેરિયસને નહિ, પણ કૉસેટને !
અચાનક તેને ખભે એક હાથ પડ્યો, અને ધીમે અવાજે કોઈ બેલ્યું, “અર્ધો ભાગ.”
આ અંધારામાં બીજું કોઈ માણસ? જીન વાલજીનને લાગ્યું કે પોતાને તમ્મર ચડ્યા છે કે પોતે સ્વપ્ન દેખી રહ્યો છે. પણ તેણે આંખ ઊંચી કરી.
એક માણસ તેની સામે ઊભો હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org