________________
પરમ દિવસે નવને ટકે રે
૩૧૧ “મારા બાપુએ મને આજે તૈયાર થવાનું જણાવ્યું છે. તેમને કંઈક કામ આવી પડયું છે અને કદાચ અમે ચાલ્યાં જવાનાં છીએ.”
મેરિયસ પગથી માથા સુધી ધ્રૂજી ઊઠ્યો.
જ્યારે આપણે જિંદગીને છેડે આવ્યા હોઈએ, ત્યારે મરી જવું એટલે ચાલ્યા જવું એવો અર્થ થાય; પરંતુ જ્યારે આપણે જીવનને પ્રારંભે હોઈએ, ત્યારે ચાલ્યા જવું એને અર્થ મરી જવું થાય!
છ અઠવાડિયાંથી મેરિયસ ધીમે ધીમે – કમે ામે દરરોજ કોસેટને કબજો જમાવતે જાતે હતે. પ્રેમમાં પ્રથમ શરીર કરતાં કેટલોય પહેલો આત્મા ગ્રહણ કરાય છે; પણ પછીથી આત્મા કરતાં પહેલું શરીર ગ્રહણ કરાય છે અને કેટલીક વાર આત્મા ગ્રહણ કરાતે જ નથી. તેઓએ કરાર કર્યો હતો કે, દરેક જણે એકબીજાને સ્વપ્નમાં લાવ્યા વિના ઊંઘવું નહિ. અને બંનેએ પિતાનું વચન પાળ્યું હતું. કોસેટ પિતાને પડખે હોય ત્યારે મેરિયસ જાણે પિતાની તમામ મિલકતને પડખે હોય એમ તેને લાગતું. મેરિયસ જાણે કૉસેટના અંશરૂપ બની ગયો હતો. એમ લાગતું હતું કે, તે બંનેએ એકબીજાના આત્માને ભેળવી દઈને એવો એકરૂપ કરી દીધો હતો કે, જો તેમને પોતપિતાને આત્મા પાછો કાઢી લેવો હોય, તે આ કોણ છે અને આ કોણ છે એ નક્કી કરવું જ મુશ્કેલ બને
અને એ સ્થિતિમાં આ શબ્દો: “અમે ચાલ્યાં જવાનાં છીએ.” અર્થાત્ પિોતે માનતે હતે પણ કૉસેટ તેની માલિકીની ચીજ નહોતી!
મેરિયસ જાગી ઊઠયો. આ છ અઠવાડિયાં તે જાણે જીવનની બહાર જીવી રહ્યો હત; આ “ચાલ્યા જવાનાં” શબ્દ તેને જણે ઢંઢોળીને જીવનમાં પાછો આ.
તેને બોલવા માટે શબ્દ જ ન જડયો.
પણ વાત શી છે?” કૉસેટે તેને પૂછયું.
કૉસેટ સાંભળી પણ ન શકે તેવા ધીમા અવાજે તેણે કહ્યું, “તમે શું કહ્યું તે હું સમજ્યો નથી.”
કોસેટે કહ્યું, “આજે સવારે મારા બાપુએ મને કહ્યું કે, મારે મારી બધી વસ્તુઓ સંભાળીને ગોઠવી લેવી તથા તૈયાર થઈ જવું. તે તેમનાં કપડાં મને આપે તે પણ મારે બાંધી લેવાં; કારણ કે તેમને બહાર મુસાફરીએ જવું પડે તેમ છે અને તેથી અમે સૌ પણ જવાનાં. મારે માટે એક મોટી ટૂંક તૈયાર કરવાની અને તેમને માટે નાની ટૂંક. અમારે એક અઠવાડિયામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org