________________
૩૧૦
લે મિરાન્ડ બની ગઈ હતી. હવે તે હસવા લાગી. “દૂત્તાઓ! તમારી પુરુષોની તે અક્કલ કયાં બળી ગઈ છે! આ ઉનાળે હું ભૂખી હોઈશ; આ શિયાળે હું ટાઢે મરીશ; મને તમારી શી બીક છે? તમે મને શી રીતે ડરાવી શકવાના હના? તમારી ઘરવાળીઓ તમારાથી ડરીને ગોદડીમાં મોં ઢાંકી દે; મને તમારો શે ડર છે? કાલે સવારે મારું મડદું રસ્તામાં રવડતું હશે, અને મારા બાપે મારું માથું ધોકા વડે છુંદી નાખ્યું હશે, તેની મને શી પરવા છે? મારું મોત તમારા હાથમાં હશે, પણ તમારું તો જીવન મારા હાથમાં છે, સમજ્યા?”
થેનારડિયર ફી પાછો ગુપચુપ તેની તરફ ખસવા લાગ્યો. એપનીન હવે ઘૂરકી, “આઘા રહેજો, બાપુ, નહિ તો તમારી તે આજે ખેર નથી!”
થેનારડિયર પાછો પડ્યો. ડાકુએ થોડે દૂર ખસી વિચાર કરવા લાગ્યા. ઘરમાં કંઈક મત મળે તેવું તે છે જ, છતાં એપોનીન શાથી એમને રોકતી હતી એ તેઓ કલ્પી શક્યા નહિ. મેટપાર્નેએ હવે કહ્યું, “તમે જરા અહીં ભે, હું તેને પહેલાં પતવી આવું.” એમ કહી તેણે કોટમાંથી છરો બહાર કાઢયો.
થેનારડિયરે એ વાત તરત મંજૂર રાખી. પણ જોં જરા જોશી જે હતે. તેણે કહ્યું, “આજ સવારે મને બે ચકલીઓ લડતી સામી મળી હતી; અત્યારે આ કૂતરી સામી મળી. આવા બધા શુકન સારા નથી. આપણે આ ઘરમાં નથી જવું!”
બધા તરત ચાલતા થયા.
એપોનીન ધીમે ધીમે તેમની પાછળ પાછળ ચાલવા લાગી. દૂર જ્યાં દરેકના રસ્તા ફંટાયા અને તેઓ છૂટા પડ્યા, ત્યાં સુધી એ તેમની પાછળ પાછળ ગઈ.
७७ પરમ દિવસે નવને ટકોરે... જયારે બહારની બાજુ છ ડાકુઓ અને એક એપનીન વચ્ચે આ બધું ચાલી રહ્યું હતું, ત્યારે અંદર પણ કંઈક અવનવું જ બન્યું હતું. કૉસેટ આજે કંઈક ખિન્ન હતી. તે રડતી હતી અને તેની આંખ લાલ લાલ હતી.
અદ્ભુત સ્વપ્નમાં આ પહેલું વાદળ ઘેરાયું હતું. પણ વાત શી છે?” મેરિયસે પૂછયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org