________________
"મારે તમારા પિસા મથી જોઈતા!' ૨૭૯ જેવા જુવાને જરા સારાં કપડાં પહેરવાં જોઈએ...... મેરિયસ મહાશય. તમને મેબોફબાપુ તે બૅન મેરિયસ કહે છે. પણ બેરન તો બહુ ઘરડા હોય. હું એક વાર એક બેરન ઉપર ચિઠ્ઠી થઈ ગઈ હતી. તે સો વર્ષ કરતાં પણ વધુ ઉંમરન ડે હો. તમે હવે કયાં રહો છો?”
મેરિયસે જવાબ ન આપ્યો.
“અરે, આ તમારા ખમીસમાં બાકું પડયું છે, હું તમને એ સાંધી આપીશ.”
પછી થી ખિન્ન થઈને તે આગળ બોલી, “મને દેખીને તમે રાજી નથી થયા લાગતા, ખરુંને?”
મેરિયસ અપ રહ્યો. પેલી પણ વાર ચપ રહી અને પછી બોલી : પણ મારે તમને રાજી કરવા હોય તે ચપટી વગાડતામાં કરી દઉં, સમજ્યા?”
“શી રીતે? એ હું શું કહે છે?” “હાં, હવે તમે જરા માયાળુપણે મારી સાથે બોલ્યા ખરા !” “ઠીક, પણ તું શું કહેતી હતી?”
પેલીએ હઠ કરડ્યો. તે થોડી આનાકાની કરવા લાગી; તેના રેતરમાં જરા તેફાન જેવું મચી રહ્યું. પછી છેવટે તેણે મન સાથે કંઈક નક્કી કરી લીધું.
“જવા દો એ પંચાત; એથી કશો ફેર નથી પડવાનો. તમે બહુ ખિન્ન થઈ ગયેલા લાગો છો; મારે તમને ફરી રાજી થયેલા જેવા છે. પણ મને વચન આપો કે તમે હસવા લાગશે. મારે તમને હસતા જોવા છે તથા તમારે મોંએ સાંભળવું છે, “શાબાશ! શાબાશ!' પણ મેરિયસ મહાશય, તમે મને વચન આપ્યું હતું કે હું જે માગું તે તમે આપશે, એ તમને
યાદ છે ? "
હા, પણ મને કહે તે ખરી !” પેલીએ મેરિયસની આંખમાં ડી વાર તાકી રહીને કહ્યું, “મને સરનામું મળ્યું છે.”
મેરિયસ એકદમ ઘળો પૂણી જેવો થઈ ગયો. તેના આખા શરીરનું લેહી જશે કે હૃદયમાં પાછું પેસી ગયું.
“ કયું સરનામું?” “તમે મને શોધી લાવવાનું કહ્યું હતું તે.”
જરા પ્રયત્ન કરીને તે આગળ બોલી, “પેલું સરનામું, - તમે જાણો છો વળી !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org