________________
લે મિઝરાઇ આગળ ચાલતું નહિ. પિતાના મગજમાં એક પણ તૂટેલે તાંતણે સાંધવાન તેને કશે જ ઉપાય દેખાતા ન હતા. પરિણામે તે નિશ્ચય કરતો કે, “હવે
એ ખેતર તરફ ફરવા જવું જ નહિ, તેનાથી કામ બગડે છે. પરંતુ બીજે દિવસે પાછો તે એ બાજુ જ ફરવા જશે.
આજે સવારે પણ તે સાતમું ઝાડ વટાવી ઝરણાને કિનારે શૂન્યમનસ્ક થઈને બેઠો હતો. તેણી'ના જ વિચારો તેના મનમાં ધૂંધવાઈ રહ્યા હતા. પિતાની શુન્યમનસ્કતાને તેને કંટાળો આવતો હતો. પિતાના અંતર ઉપર છવા જ લક તે ખિન્ન થઈને નિહાળતા હતા. તેવામાં જાણે એક ઓળખીણો અવાજ તેને સંભળાયો. - “એ, એ રહ્યા!”
તેણે આંખ ઊંચી કરી, તે તેની સામે જૈનારડિયરની મોટી કરી ઊભી હતી. એપનીન ! મેરિયસને તેનું નામ યાદ આવ્યું. હવે તે વદ કંગાલ બની હતી, અને વધુ સુંદર પણ! તેણે પ્રકાશ અને અંધકાર તરફની આ પ્રગતિ એકીસાથે સાધી હતી. તેનાં કપડાં, મેરિયસની ઓરડીમાં તે આવી હતી ત્યારના કરતાં, બે મહિના જેટલાં વધુ જીર્ણ થયાં હતાં. તેના પગ ખુલ્લા હતા, અને તેનાં જટિયમાં, કોઈ ગંજીમાં આગલી રાતે સૂતી હશે ત્યાંથી ભરાયેલાં થોડાં તરણાં, શુળોની પેઠે દેખાતાં હતાં.
પણ મેરિયસને જોતાં જ તેના આખા ચહેરા ઉપર પ્રકાશનું જે ઉજજવળ સૌંદર્ય છવાઈ રહ્યું, તેની કરામત પ્રેમને દેવ જ કદાચ જાણતો હશે.
તે થે વાર ચૂપ ઊભી રહી; તેનાથી બોલી શકાયું નહિ.
છેવટે તે બોલી, “ આખરે મેં તમને શોધી જ કાઢયા. મેબોફબાપુએ સાચું જ કહ્યું હતું કે તમે આ તરફ જ મળશે. તમારે માટે હું ક્યાં કયાં રખડી છું? હું એક પખવાડિયું જેલમાં રહી આવી. તેઓએ મને છોડી મૂકી; મારી સામે કશો પુરાવો તેમને ન મળ્યો. ઉપરાંત હું સમજણી કહેવાઉં તેટલી ઉંમરની ન ગણાઈ; બે મહિના ઓછા પડયા. પણ, પણ, મેં તમને કેટલા બધા બળ બળ કર્યા છે? છ અઠવાડિયાં થયાં. તમે હવે ત્યાં નથી રહેતા, નહિ?”
ના.”
હા, પેલે પ્રસંગ બન્યો તે કારણે, ખરુંને? એવું બધું તમારા જેવાને ન જ ગમે. પણ તમે આ જ ટેપે કેમ પહેર્યો છે? તમારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org