________________
“નીકળ અહીંથી, હરામજાદા ! ” ૧૯૧ જાણું છું કે, એ બધા ટેળામાં બદમાશ ડામીજે સિવાય બીજું કોઈ ન હતું. એ બધા જ ભિખારડા, ખૂની કસાઈઓ હતા! હું કહું છું કે એ બધા જ! સાંભળો છો, બેટમજી? અને જો, મારું આ ખાસડું જેટલું બૈરન છે, તેટલો તું બૈરન છે ! લોકતંત્રની સેવા કરનારા બધા ફાંસીગર હતા! અને પેલા બોનાપાર્ટની સેવા કરનારા બધા કસાઈ હતા! બધા જ પોતાના કાયદેસર રાજાને દગો દેનારા દ્રોહીઓ હતા! બધા જ વૉટલુંના મેદાન ઉપર અંગ્રેજો અને પ્રશિયનો આગળ ભાગી જનારા બાયેલા હતા, એટલે જ હું જાણું છું. તારો બાપ જે એ બધામાં કોઈ હોય, તે હું તેને ઓળખતે નથી; મને આપની દયા આવે છે, નામવર!”
હવે મેરિષસને અંગાર બનવાનો અને મોં. જીલેનર્મન્ડનો ધમણ બનવાનો વારો આવ્યો. મેરિયસ અંગેઅંગમાં કંપી ઊઠ્યો. તેનું માથું સળગવા લાગ્યું. પોતાની સમક્ષ આ બધું બોલાય અને તે ચૂપ રહે એ અશક્ય હતું. તેના બાપને તેની હાજરીમાં પગ તળે રગદોળવામાં આવ્યો હતો. પણ તેમ કરનાર તેના દાદા હતા. એકનું વેર બીજા ઉપર અત્યાચાર કર્યા વિના તે લઈ શકે તેમ ન હતું. એક બાજુ કબર હતી, બીજી બાજુ ધોળા વાળ હતા. થોડી વાર તે તેનું માથું ભમી ગયું, પછી આંખ ઊંચી કરીને, તેના દાદા તરફ સીધી નજર કરીને તે ગર્જના કરતે બોલ્યો -
બુબ રાજવંશ અને મહા ડુક્કર લુઈ અઢારમો મુર્દાબાદ!”
લૂઈ અઢારમો ચાર વર્ષ થયાં ગુજરી ગયો હત; પણ મેરિયસને મન બધું સખ્યું હતું.
ડોસો અત્યાર સુધી કિરમજી રંગને હવે તે હવે પોતાના ધોળા વાળ કરતાં વધુ ફીક બની ગયો. ઓરડામાં એક બાજુ ગેટવેલા રાજાના પૂતળા તરફ તે ફર્યો અને ગંભીરપણે તેણે તેને વંદન કર્યા. ત્યાર બાદ સંપૂર્ણ ચુપકીદી સાથે તે આખા ઓરડામાં એક છેડેથી બીજે છેડે બે વખત ભારે પગલે ચાલ્યો, અને છેવટે ડઘાઈને સડક બની ગયેલી પોતાની પુત્રી તરફ જોઈને તદ્દન ઠંડા સ્મિત સાથે બોલ્યો –
“આ મહાશય જેવા બેરન અને મારા જે રાજભક્ત એ બંને એક છાપરા હેઠળ સાથે નહિ રહી શકે.”
અને ત્યાર પછી એકદમ ટટાર બની જઈ, ક્રોધ અને આવેગથી ધૃજતાં ધૃજતાં તે પોતાનો હાથ મેરિયસ તરફ લાંબાવીને બરાડી ઊઠ્યો –
“ નીકળ અહીંથી, હરામજાદા!” મેરિયસ ઘર છોડીને ચાલતો થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org