________________
લે મિઝરાયલ
બીજે દિવસે માં. જીલેનાર્મન્ડે પેાતાની દીકરીને કહ્યું, “તું દર છ મહિને એ ચમારને છસેા ફ઼ાંક માકલતી રહેજે; અને મારી તેનું નામ ન લેતી.'
આગળ કદી
99
ડાસાના અંતરમાં ગુસ્સાના ભાર ઘણા મોટો હતો, અને તે કયાં ઠાલવવા એ સમજાતું ન હેાવાથી, તે ત્રણ મહિના સુધી પોતાની દીકરી સાથે પણ ન બોલ્યા.
૧૯૨
મેરિયસ `ગુસ્સામાં જ ચાલતા થયા હતા. દાસીએ મેરિયસની વસ્તુ ઉઠાવતી વખતે તેનું માદળિયું દાદરામાં જ કયાંક પાડી નાખ્યું હશે, તે મેરિયસના હાથમાં ન આવ્યું. ડોસાએ જ જાણી જોઈને પોતાના પિતાના એ પવિત્ર હસ્તાક્ષરના અગ્નિમાં નાખી નાશ કર્યો હશે એમ તેણે માની લીધું. એ અક્ષરો અને એ કાગળ એ જ તેને માટે તેના પિતાની એકમાત્ર શેષ રહેલી પવિત્ર યાદગીરી સમા હતા. તે વસ્તુને એમ જાણીબૂજીને તુચ્છકારથી વિનાશ કરનારા દાદાને તે કદી ક્ષમા કરી શકે તેમ ન હતું.
મેરિયસ પાતે કયાં જતા હતા તે કોઈને કહ્યા વિના, તથા પાતે કયાં જવાના છે તેના કશા ખ્યાલ વિના, એક કંતાનની ઝોળીમાં થોડાં કપડાં, એક ઘડિયાળ, અને ત્રીસ ફ઼ાંક જેટલી રકમ સાથે લઈને ઘરમાંથી બહાર નીકળ્યા હતા. બહાર એક ભાડાની ઘોડાગાડી જતી હતી, તેમાં તે કલાકથી ભાડું ઠરાવીને બેસી ગયા; અને નાકની દાંડીએ હાંકયે જવાનું તેણે ઘોડાગાડીવાળાને કહી દીધું.
૪૪
• એ. ખી. સી. મિત્રમ ડળ '
ડ્રાંસ દેશમાં આ અરસામાં ક્રાંતિને ઘેરો ગડગડાટ ફરી સંભળાવા લાગ્યા હતા. ૧૭૮૯ અને ૧૭૯૨ ની સાલનાં ઊંડાણામાંથી ગેબી અવાજો ઊઠતા હતા અને વાતાવરણને પ્રક્ષુબ્ધ કરતા હતા. કાળની અમેધ ગતિથી જ પ્રેરાતા લોકો, ખબર પણ ન પડે તે રીતે પલટાતા જતા હતા. ઘડિયાળના ચંદા ઉપર ફરતા કાંટો લોકોના અંતરમાં પણ ફરી રહ્યા હોય છે. રાજભક્ત ઉદાર-મતવાદી બની રહ્યા હતા.
ડ્રાંસમાં તે વખતે હજુ એક કેન્દ્રવર્તી કોઈ પરંતુ ઠેર ઠેર અણછતી સંસ્થા પોતાની શાખા
Jain Education International
For Private & Personal Use Only
કાંતિમંડળ ન હતું, વિસ્તારી રહી હતી.
www.jainelibrary.org