________________
એ. બી. સી. મિત્રમંડળ
૧૩ પેરિસમાં ચળવળ ચલાવતાં બીજા ક્રાંતિવાદી મંડળો જેવું એક “એ. બી. સી. મિત્રમંડળ’ પણ હતું.
તેના સભ્યોની સંખ્યા બહુ મોટી ન હતી. તેને એક નાની ટોળકી જ કહી શકાય. તેઓ પેરિસમાં બે જગાએ મળતા – હેલે નજીક “કેરીન્થ” નામના પીઠામાં, અને પેન્થિન નજીક કાફે મુસાં નામના કૉફી-ઘરમાં. પહેલી જગા કારીગર-વર્ગની નજીક હતી; બીજી વિદ્યાર્થી-વર્ગની નજીક,
કાફે-મુસાંની પાછળની ઓરડીમાં તેમની ખાસ બેઠક મળતી. એ. બી. સી. મંડળના મિત્રો મુખ્યત્વે વિદ્યાર્થીઓ જ હતા; પણ કારીગર-વર્ગ સાથે તેમને બરાબર સંપર્ક હતા. તેમાંના મુખ્યનાં નામ નીચે મુજબ છે, અને તે બધાં ઐતિહાસિક છે :
એન્જોલરસ, કોમ્બીફેર, જન ખુવેર, ફયુલી, કોર્ફોરાક, બહેરેલ, ઈગલ, જોલી, ઝેન્ટર.
એજોલરસ તેના બાપને એકને એક પુત્ર હતું અને તવંગર હતું. તે એક વહાલસોય મીઠે જુવાનિયો હતો, પરંતુ ગમે ત્યારે ઉગ્ર - રુદ્ર બની શકે. તેની આંખ ઉપરથી એમ લાગે કે, ગયા જન્મમાં તેણે ક્રાંતિનું પ્રત્યક્ષ દર્શન કર્યું છે, અને આ જન્મમાં તે કુતિનો પેગંબર થઈને આવ્યો છે. તે ગંભીર પ્રકૃતિને હતો અને પૃથ્વી ઉપર સ્ત્રી નામની કોઈ વસ્તુ છે એની તેને ખબર ન હતી. તેને એક જ કામના હતી – હકની; તેને એક જ વિચાર હતે – મુશ્કેલીઓને તોડીફોડીને આગળ જવાને. ગુલાબ તરફ તે ભાગ્યે નજર કરતે; વસંતઋતુને તેને ખ્યાલ જ નહોત; પંખીનું ગાન તેને સંભળાવું નહિ; ફૂલો તેને માટે તરવાર સંતાડવાના ઢાંકણરૂપ હતાં; લોકશાહીની દેવી સિવાય બીજી સર્વ નારી સમક્ષ તેની આંખ ઢળેલી જ રહેતી; તેની વાણી જણે પ્રેરિત હોય તેવી હતી; અને તેમાં મંત્રનો આભાસ થતો.
એmોલરસ જો કાંતિનું તર્કશાસ્ત્ર હતું, તે તેને મિત્ર કેમ્બ્રીફેર ક્રાંતિની ફિલસૂકી હતો. ક્રાંતિના તર્કશાસ્ત્ર અને ફિલસૂક્ષ વચ્ચે આ તફાવત હોય છે: તર્કશાસ્ત્રને અંત યુદ્ધમાં આવે છે; ફિલસૂફીને અંત શાંતિમાં. કોમ્બીફેર એજૉવરસની પૂર્તિરૂપ તેમ જ સુધારણારૂપ હતો. તેની ઈચ્છા સૌનાં મનમાં સામાન્ય જ્ઞાનના વિશાળ સિદ્ધાંત રેડવાની હતી. તે કહે, " ક્રાંતિ ખરી, પરંતુ સંસ્કૃતિ વિનાની નહિ!” એજોવરસ આગેવાન હતો, તો કોમ્બીફેર ભેમિયો હતો. તમે એકની સોબતમાં લડવાનું ઈચ્છો, તે બીજાની સેબતમાં આગેકૂચ કરવાનું. કેબીફેર લડી શકતો નહિ એમન હતું,
લે મિ૦ – ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org