________________
૧૯૪
લે મિરાન્ડ પરંતુ સિદ્ધાંતોના શિક્ષણથી અને પ્રકૃતિના નિયત કાયદાના જ્ઞાનથી માનવજાતની તેના ભવિષ્ય સાથે ધીમે ધીમે સુસંગતિ સ્થાપવી, એ તેને વધુ ગમતું. પ્રકાશ તે રોશનીને પણ હોય છે અને આગને પણ હોય છે. કોમ્બીફેર રોશનીના પ્રકાશની તરફેણમાં હતે. ૧૯૯૩ની ક્રાંતિની પેઠે લોકો સત્યમાં આંખો મીંચી ધસી જાય, એ કલ્પનાથી તે ચોંકી ઊઠતો. લોકોની ઠંડી. પણ શુદ્ધ, પદ્ધતિસર પરંતુ નિર્દોષ પ્રગતિ થાય, એ તેને પસંદ હતું. સારી વસ્તુ નિર્દોષ પણ હોવી જોઈએ, એમ તે વારંવાર કહેતો. - જીન ધ્રુવેર સાહિત્યપ્રેમી-લગભગ પંડિત હતો. ઘણી ભાષાઓ જાણી, ઘણા પ્રાચીન કવિએના ગ્રંથોનો આસ્વાદ લે, એ તેને ગમતું. ફૂલોનું કૂંડું વસાવવું, વાંસળી વગાડવી, કવિતા બનાવવી, લોકો ઉપર પ્રેમ રાખવો, સ્ત્રીઓ ઉપર ખેદ કરો, અથવા બાળપણ ઉપર વિલાપ કરવો – એ તેના વ્યાસંગ હતા. તેના મનમાં બે વૃત્તિઓ પ્રબળ હતી : એક માનવ પ્રત્યે અને બીજી ઈશ્વર પ્રત્યે. કાં તો તે અભ્યાસમશ્ન હોય, યા તે ધ્યાનમગ્ન હોય. દિવસે ને મજૂરીના દર, મૂડી, લગ્ન, ધર્મ, વિચાર-સ્વાતંત્રય, કેળવણી, દંડ, મિલકત, પેદાશ અને વહેંચણી જેવા સામાજિક પ્રશ્નમાં મશગૂલ રહે; અને રાતે તારા નિહાળવામાં. એmલરસની પેઠે તે તવંગર હતો તથા માબાપનો એકને એક પુત્ર હતો.
ફશ્યલી પંખા બનાવનારો હતા, અનાથ હતો, અને દિવસના ત્રણ ફાંક માંડ કમાતે. તેને માત્ર એક જ તમન્ના હતી - દુનિયાને દુ:ખમુક્ત કરવાની. તેને બીજી પણ એક પ્રબળ કામના હતી – આત્મશિક્ષણની. તે જાતે લખતાં વાંચતાં શીખ્યો હતો, અને તે જે કાંઈ જાણતું હતું તે બધું તેણે જાતે મેળવ્યું હતું. તેનું હૃદય વિશાળ હતું. તેણે પોતાના સમગ્ર દેશબંધુઓને અપનાવ્યા હતા. મા-વિહોણો હોવાથી તે જન્મભૂમિના ખળા તરફ વળ્યો હતો.
કેર્ફોરાક જવાનીભર્યા ચેતનથી નીતરતો વિદ્યાર્થી હતે. ભૂતની પેઠે નિરંતર કામ માગતી અને કામ દેતી એ એક જાતની અનેખી માનસિક શક્તિ છે. એન્જોલરસ આગેવાન હતો, કેમ્બફેર માર્ગદર્શક ભોમિયો હતો, તે કોર્ફોરાક મધ્યવર્તી કેન્દ્ર હતો. બીજાઓ વધુ પ્રકાશ આપતા, ત્યારે તે વધુ ગરમી આપતે. સાચું કહીએ તે તેનામાં કેન્દ્રના બધા ગુણ હતા – ગોળમટોળપણું અને આંજી નાખતો પ્રકાશ.
બહેરેલ સારી મજાક અને ખરાબ સોબતવાળો પ્રાણી હત. દાનવીર કહી શકાય તેટલી હદે ખરચાળ હતે, પ્રવક્તા કહી શકાય એટલી હદે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org