________________
એ. બી. સી. મિત્રમંડળ
૧૯૫ વાતેડિયો હતો, અને નિર્લજજ કહી શકાય એટલી હદે ધૃષ્ટ હતો. તકરાર જેવું બીજું કશું તેને ગમે નહિ; પણ તે હજારો લોકોએ ઉપાડેલ દંગલ હોવો જોઈએ! અને દંગલ જેવું બીજું કશું તેને ગમે નહિ. પણ તે સમૂળી કાંતિ હોવી જોઈએ! રસ્તા ઉપર પથરો તેડી નાખવા તે હંમેશાં તૈયાર હોય; તે જ પ્રમાણે આખી-શેરીને ઉખાડી નાખવા, અને પછી આખી સરકારને તેડી પાડવા! તેણે નક્કી કર્યું હતું કે કદી વકીલ થવું નહિ. તેને મન અભ્યાસક્રમ એટલે જોડકણાં માટે મસાલે, અને અધ્યાપકે એટલે કટાક્ષચિત્રો માટેની તક. કશું ન કરવા બદલ તે વરસે દહાડે ત્રણેક હજાર કૂકની રકમ ખાઈ જતો હતો. તેનાં માબાપ ખેડૂત હતા, અને તેમનામાં પુત્ર માટે આદરભાવ ઉત્પન્ન કરવામાં તે સફળ નીવડયો હતે.
આ આખા મંડળમાં લેઈગલ સંપૂર્ણ સફાચટ ટાલિયો હતે. તેનું જીવન એટલે કમનસીબોની પરંપરા; અને તેમાંથી તેણે ખુશમિજાજીપણારૂપી અર્ક નિચોવ્યો હતો. કશામાં સફળ ન નીવડવું એ તેની વિશિષ્ટતા હતી; છતાં દરેક પરિસ્થિતિ પ્રત્યે તે હસી શકતો. પચીસ વર્ષની ઉંમરે તેને ટાલ પડી ગઈ હતી. તેનો પિતા એક ઘર અને થોડી જમીન મુકીને ગુજરી ગયો હતો; પણ આ ભાઈએ બીજે જ વર્ષે સટ્ટામાં બધું ગુમાવી દીધું હતું. તેની પાસે ઠીક ઠીક જ્ઞાન અને મજાકશક્તિ સિવાય બીજું કાંઈ રહ્યું ન હતું. દરેક બાબતમાં તે નિષ્ફળ જતો અને દરેક જણ તેને ઠગી જતું. તે જે કાંઈ બાંધતે તે તેના ઉપર જ તૂટી પડતું; તે લાકડાં કાપતે તો તેની આંગળી જ ચિરાઈ જતી. દરેક ક્ષણે કંઈ ને કંઈ કમનસીબ તેના તરફ ધસ્યા જ કરવું. અને તેથી જ તે આટલો ખુશમિજાજી બની ગયો હતો!
તે ધીમે ધીમે કાયદાની ડિગ્રી તરફ આગળ વધી રહ્યો હતો. તેને નિવાસસ્થાન જેવું કાંઈ ન હતું : આજે એક મિત્રને ત્યાં, તો કાલે બીજા મિત્રને ત્યાં મોટે ભાગે તે પોતાના દોસ્ત જોલીને ત્યાં રહેત. જેલી દાક્તરીને અભ્યાસ કરતા હતા અને તેના કરતાં બે વરસે નાને હતે.
જેલીને તેના વૈદકના અભ્યાસે પોતામાં જ બધા રોગોનાં સર્વ લક્ષણે જો તે કરી મૂકયો હતે. તે દાક્તર થવાનું શીખવાને બદલે દરદી થવાનું જ શીખતે જતા હતા. દિવસને મોટે ભાગે તે અરીસામાં પિતાની જીભ જોયા કરો. સહેજ ત્રશ્ન બદલાય કે તે પોતાની નાડી ઝાલીને બેસી જાય. આમ છતાં તે બીજી રીતે આનંદી જીવડો હતે..
- આ બધા જુવાનિયાઓ જુદી જુદી ખાસિયતવાળા હોવા છતાં, તે બધાનો ધર્મ એક હ : પ્રગતિ!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org