________________
૧૯૬
લે સિઝેરાલ્ડ એ આખા ટોળામાં સૌનાં જુરસાદાર અને શ્રદ્ધાળુ માનસની વચ્ચે એક જ જણ નારિતક હતો. તેનું નામ હતું ઝેન્ટર. તેના સંશયવાદે તેના મનમાં એક પણ વિચારને સાજોસમે રાખ્યો ન હતો. બધા સંજોગોમાં બધા પ્રકારનાં શ્રદ્ધા-ભક્તિની તે ઠેકડી ઉડાડત. ભટકેલ, જુગારી અને વ્યભિચારી એ એ જુવાનિયો મોટે ભાગે પીધેલ સ્થિતિમાં જ રહે.
છતાં આ નારિતકને પણ એક સ્થળે ભક્તિ-ભાવ હતો. આ ભકિતભાવને વિષય કોઈ સિદ્ધાંત, પંથ, કળા કે વિજ્ઞાન ન હતાં; એ એક માણસ હતો : એજોલરસ. એન્જોલરસે તેને શાના વડે જીત્યા હતા ? ચારિત્રય વડે. આવું દૃશ્ય ઘણી વાર જોવા મળે છે. એક નાસ્તિક છેવટે એક પ્રબળ આસ્તિકને જ વરે છે. આપણામાં જેને તદ્દન અભાવ હોય છે, તે વસ્તુ આપણને સૌથી વધુ આકર્ષક લાગે છે. ગ્રેક્ટર કે જેનામાં બધી વસ્તુઓ માટે સંદેહ જ વ્યાપેલે હો, તે એmોલરસમાં ઊછળી પડતી શ્રદ્ધા ઉપર વારી ગયો હતો. કેડ વિનાનું તેનું વિચાર-કલેવર એન્જોલરસની પાષાણ જેવી કઠોરતા અને અડગતાને આધારે ખડું રહેલું હતું.
૪પ બ્લેન્ડે હાજરી પૂરે છે એક બપોરે લેઈગલ કૅફી-ઘરના બારણાને અઢેલીને આરામથી ઊભે હતે. આગલે દિવસે કૉલેજમાં તેના ઉપર આફત આવી પડી હતી, અને ભવિષ્ય માટેની પોતાની વ્યક્તિગત યોજનાઓ ઉપર તેની શી અસર પડે છે, તેને તે સુસ્તીથી વિચાર કરતે હતે.
પરંતુ વિચારમાં પડી ગયો હોવાને કારણે એક ઘડગાડીને તેની પાસે થઈને પસાર થવામાં કઈ વાંધા પડે તેમ નહોતું. લેઈગલની વિચારમગ્ન નજર પણ એટલું જોયા વિના ન રહી કે, એ ઘોડાગાડી કયે સ્થળે જવું એ નક્કી ન હોય તેમ ધીરે ધીરે ખચકાતી આગળ વધતી હતી. એ ઘોડાગાડીમાં હાંકનાર ઉપરાંત એક જુવાનિયો બેઠેલ હને અને તે જુવાનિયાના પગ આગળ કંતાનની ઝોળી હતી. એ ઝોળી ઉપર સીવેલી પટ્ટીમાં લખેલું માલિકનું નામ પાસેના સૌ કોઈની નજરે પડે તેવું હતું : “મેરિયસ પિન્ટમર્સી.”
લેઈગલની નજરે તે નામ પડતાં જ તેની સુરતી જાણે હવામાં ઊડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org