________________
૧૯૦
લે મિઝરાયલ ડિસાએ તરત ઘંટની દોરી ખેંચી દાસીને બોલાવી તથા પેલું માદળિયું, કોટ, પડીકું બધું બહાર ફેંકીને કહ્યું, “આ બધે ઉકરડો ઉઠાવી જા.”
એક કલાક સંપૂર્ણ ચુપકીદીમાં પસાર થઈ ગયો. ડેસે અને ડેસી એકબીજા તરફ પીઠ કરીને બેસી રહ્યાં; અને કદાચ એક જ બાબતને વિચાર કરી રહ્યાં હતાં.
- થોડી મિનિટો બાદ મેરિયસે દેખા દીધી. તે અંદર આવ્યો. બહારથી જ તેણે પોતાનું એક કાર્ડ દાદાના હાથમાં જોયું હતું. તેને જોતાં જ ડેસે પોતાના મજાકભર્યા અને તુમાખીવાળા અવાજે બોલી ઊઠ્યો –
“ભો! ! મારા મહેરબાની આપ નામવર બેંરન સાહેબને હું મારી સલામ સાદર કરું છું. આ બધાને અર્થ શો છે, જરા કહો જોઉં.”
મેરિયસના મેં ઉપર થોડી લાલાશ ફરી વળી. તેણે જવાબ આપ્યો :
એનો અર્થ એ છે કે, હું મારા પિતાને પુત્ર છું.” માં. જલેનેર્મન્ડ પિતાનું હાસ્ય ખાળીને કર્કતાથી બેલ્યા : “ તારો બાપ? હું તારો બાપ છું”
મેરિયસે ઢળેલી આંખે કડકાઈથી જવાબ આપ્યો : “મારો બાપ એક નમ અને પરાક્રમી પુરુષ હતો. તેણે લોકતંત્ર અને ફ્રાંસની યશસ્વીપણે સેવા બજાવી હતી; માણસે કદી પણ સરજેલા મહાન ઇતિહાસમાં તેનું અનોખું સ્થાન હતું; પરી પા સદી તેણે રણમેદાનમાં જ ગાળી હતી – દિવસે તોપના ગોળાઓના વરસાદ હેઠળ અને રાતે બરફના વરસાદ હેઠળ કાદવમાં. તેણે કેટલીય ટુકડીના ધ્વજ કબજે કર્યા હતા; તેને વીસ ઊંડા ઘા થયા હતા; અને ભુલાયેલી તથા તાયેલી હાલતમાં તેનું મરણ થયું છે. તેને દેષ હોય તો એક જ હતા : અને તે એ કે બે અકતશ વસ્તુઓને તે પ્રાણપણે ચાહતે હતે – તેને દેશ અને તેને પુત્ર.”
માં. વેનેર્મન્ડ સહન કરી શકે તેનાથી આ ઘણું વધારે હતું. વત્ર શબ્દ ઉચ્ચારાતાં જ તે ઊભા થઈ ગયા હતા; અથવા કહે કે ઊછળી પડ્યા હતા. મેરિયસે ઉચ્ચારેલા દરેક શબ્દ એ ઘરડા રાજભક્તના મને સળગતા અંગાર ઉપર ધમણની જેમ ઝપાટા લગાવ્યા હતા, અને તે પ્રથમ તે લાલ, પછી કેસરી અને પછી ઝાળ જેવા બની ગયા.
મેરિયસ!” તે ડૂકી ઊઠ્યા, “બદમાશ કુત્તા! તારો બાપ કોણ હતે તે હું જાણતું નથી ! હું જાણવા પણ માગતું નથી. પણ હું એટલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org