________________
“નીકળ અહીંથી, હરામજાદા!” પરંતુ ડોસાના પગ કરતાં જુવાનિયાના પગ સાબદા હતા; અને ડોસો ઉપર પહોંચ્યો ત્યાર પહેલાં જુવાનિયો નીચે ઊતરી ગયો હતે. ઓરડામાં પથારી વણવપરાયેલી પડેલી હતી; અને તેના ઉપર મેરિયસને કોટ અને માદળિયું પડેલાં દેખાતાં હતાં.
ડોસાને થયું કે, ભેદ ઉકેલવાની ખરી ચાવી હાથ આવી ગઈ છે; એટલે એક હાથમાં કોટ અને બીજા હાથમાં માદળિયું લઈને, પિતાની દીકરીના ઓરડામાં તેમણે વિજયપ્રવેશ કર્યો.
માદળિયાની ડબીમાં મેરિયસની પ્રેયસીને ફટે હશે એમ માનીને, ડોસાએ આજકાલના જુવાનિયાઓની પ્રેયસી પસંદ કરવાની શક્તિ ઉપર અશ્રદ્ધા અને ફિટકાર પ્રદશિત કરતાં કરતાં તે ડબી ઉઘાડી.
સાની ઘરડી દીકરી પણ જુવાનમાં ન મળે તેટલી ઇંતેજારીથી ઊભી થઈને ડબીમાંનો ફોટો જોવા પાસે આવી.
ડબી એક ચાંપ દબાવતાં ઊંઘી ગઈ. તેમાંથી ફટાને બદલે ગડી કરેલો એક કાગળ નીકળ્યો.
ડોસો હસતો હસતે બોલ્યો, “આ શું છે તે હું જાણું છું. કોઈ ઢીંગલીએ લખેલે પ્રેમ-પત્ર! તે આપણા ઢીંગલાભાઈ ગળે ટીંગાવી રાખે છે!”
“તે વાંચી તે જુઓ; ખબર પડે કે એ ડાકણ કોણ છે.” ડોસાએ ચશમાં પહેર્યા અને કાગળ ઉઘાડી વાંચવા માંડ્યો –
“મારા પુત્ર માટે :- શહેનશાહ નેપોલિયને મને વૉટલૂના રણમેદાન ઉપર બૅરન બનાવ્યો છે. મારા લોહીથી ખરીદેલા એ પદને જોકે અત્યારનું તંત્ર માન્ય રાખવા ના પાડે છે, પરંતુ તે પદ હું મારા પુત્રને બહું . તેણે તે ધારણ કરવું. તે એ પદને લાયક નીવડશે એ કહેવાની મારે ભાગ્યે જરૂર હોય.”
ડેસા અને ડોસીની લાગણીઓનું વર્ણન શબ્દોમાં કરવું અશક્ય છે. મૃત્યુના પંજાના સ્પર્શથી જાણે તે બંને થીજી ગયાં. મ. લેર્મન્ડ છેવટે ધીમે અવાજે પોતાની જાતને કહેતા હોય તેમ બોલ્યા -
“આ પેલા કસાઈના હસ્તાક્ષર છે.”
દીકરીએ એ કાગળ બધી બાજુએથી તપાસીને પાછો પેલી ડાબલીમાં મૂકી દીધો,
એ જ ક્ષણે કાગળે વટલું એક પડીકું કોટના ખીસામાંથી ગબડી પડ્યું. દીકરીએ તે ઉપાડયું અને ખોલ્યું. તેમાં મેરિયસનાં સે કાર્ડ હતાં. તેમાંનું એક તેણે ડોસાને આપ્યું. તેમણે વાંચ્યું : “બૅન મેરિયસ પોન્ટમસી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org