________________
I લે સિએરાલ, બેનું મિલન થતું હતું. પરંતુ તે પુલ હવે વચ્ચેથી સદંતર ખસી જતાં, તે બે વચ્ચે એક ઊંડી ખાડી આવી ગઈ અને જેમ જેમ તેને સમજાતું ગયું કે તેના દાદાએ કેવળ પિતાના મૂર્ખ તરંગોને કારણે જ પિતાને પોતાના પિતાનાથી આટલો બધો વિખૂટો પાડયો હતો, અને પિતાને પુત્રવિહોણો તથા પુત્રને પિતાવિહોણો કરી મૂક્યો હતો, તેમ તેમ મોં. જીલેર્મન્ડ પ્રત્યે તેને ગુસ્સો માઝા મૂકવા લાગ્યો.
પણ આ બધું પરિવર્તન તેના અંતરમાં ઊભું થયેલું હતું. બહારથી તેની કશી ખબર કોઈને પડી ન હતી. માત્ર તે વધુ અક્કડ, વધુ ચુપ અને વધુ ગેરહાજર બનતે ચાલ્યો. તેની માસી તેને વઢતી ત્યારે તે અભ્યાસ, પરીક્ષા, વ્યાખ્યાનો વગેરેનાં બહાનાં કાઢતો. તેના દાદા તો પોતે કરેલા નિદાનને જ વળગી રહ્યા હતા –
“ભાઈસાહેબ પ્રેમમાં પડયા છે! એ તે હું એની ગત જાણું!”
અવારનવાર મેરિયસ દિવસ સુધી ગેરહાજર રહેતો. એવી એક મુસાફરી દરમ્યાન તે મેન્ટ ફરમેલ જઈ આવ્યો અને પોતાના પિતાની અંતિમ ઇચ્છા અનુસાર થનારડિયર નામના વીશીવાળાની શોધ કરી આવ્યો. તેને ખબર મળી કે, થેનારડિયરે દેવાળું કાઢ્યું હતું અને તે ક્યાં ચાલ્યો ગયો તે કોઈ જાણતું નહોતું.
બાકીના વખતએ તેની મુસાફરી વર્નોન તરફ હતી. પોતાના પિતાની કબર ઉપર ફૂલ ચડાવી, તે પોતાના પંજા વડે મોં ઢાંકી, દૂઘૂંટણિયે પડી, કલાકો સુધી ત્યાં બેસી રહેતો.
એવી એક મુસાફરી પછી ત્રણ દિવસ બાદ વહેલી સવારે તે પૅરિસ પાછો આવ્યો હતો. બે રાતના કબર પાસેના ઉજાગરાને કારણે તેને થાક લાગ્યો હતો, અને તેથી તરવાનું શીખવાના હોજમાં એક કલાક તરી આવીને થાક ઉતારવાને તેણે વિચાર કર્યો. પોતાની ઓરડીમાં જઈ, તેણે જલદી જલદી પિતાને કોટ ઉતારી નાખ્યો અને પોતાના ગળામાં બાંધેલું કાળા દોરાનું માદળિયું પણ કાઢીને નીચે મૂકવું. પછી તે જલદી હોજ તરફ ચાલ્યો ગયો.
મ. જીલેનર્મન્ડ, સારી તબિયતવાળા ઘરડાઓની પેઠે સવારમાં વહેલા ઊડ્યા હતા. તેમણે મેરિયસના આવ્યાનો અવાજ સાંભળ્યો, એટલે તે પોતાના ઘરડા પગ લઈ જઈ શકે એટલી ઉતાવળથી દાદર ચડીને મેરિયસની
રડી તરફ ચાલ્યા, જેથી તેને આંતરીને તે ક્યાં ગયો હતો વગેરે બાબતો ધીમે ધીમે પૂછી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org