________________
“નીકળ અહીંથી, હરામજાદા !” વાળને પિતાનાં આંસુથી ભીંજવી નાખત, તેમના મુખ ઉપરના ચાઠાને નજીકથી નિહાળત, તેમના હાથ દબાવત, તેમના નામાને પૂજત, તેમના પગને ચુંબન કરત! પિતે સમજણો થાય, મોટો થાય તે પહેલાં તથા પોતાના પુત્રનો પૂજ્યભાવ તે મેળવી શકે તે પહેલાં તે શા માટે ગુજરી ગયા? મેરિયસના અંતરમાં એક ચાલુ ડૂસકું ભરાયેલું રહેતું અને હૂ હૂ કરતો “અરે રે!” એટલો અવાજ ગાજતે રહેતે.
સાથે સાથે જ તે ગંભીર તથા પોતાની શ્રદ્ધા અને વિચારમાં મક્કમ બનતો ચાલ્યો. તેની વિચારસરણીને પરિપૂર્ણ બનાવતી સત્યની ઝાંખી તેના અંતરમાં અવારનવાર પ્રકાશવા લાગી. તેના પિતા અને તેને દેશ એ બેના નવા ખ્યાલોથી તે પોતાની જાતને નવું બળ અને નવી સત્તા પ્રાપ્ત થયેલી માનવા લાગ્યો.
નવું ધર્માતર પામેલા માણસની પેઠે, તેને પણ તેના નવા ધમાંતરને ઉન્માદ ચડ્યો. તેને સ્વભાવ જ એ ઊમિલ હતો એક વખત સરકવા માંડયો એટલે પછી તેને રોકી જ મુશ્કેલ. ગમે તેમ પણ હવે પગલું ભરાઈ ચૂક્યું હતું. જ્યાં તેને પહેલાં રાજસત્તાને અંત જ દેખાતો હતો, ત્યાં તેને ફ્રાંસનું પુનરુત્થાન દેખાવા લાગ્યું. તેને ધ્રુવતારો પલટાઈ ગયો હતો. જ્યાં અસ્ત હતો, ત્યાં હવે સૂર્યોદય આવી ગયો હતે.
૪૩ નીકળ અહીંથી, હરામજાદા !” આ બધા ફેરફારોની તેના કુટુંબીઓને ગંધ પણ આવી ન હતી. જ્યારે તેનું પરિવર્તન સંપૂર્ણ બની ચુક્યું, અને રાજભામાંથી તે સંપૂર્ણ લક-ક્રાંતિવાદી બની ગયો, ત્યારે તે એક છાપનારાને ત્યાં ગયો અને “બેરન મેરિયસ પિન્ટમર્સી’ એ નામનાં એ કાર્ડ છપાવી લાવ્યો. જોકે તે કોઈને ઓળખતો ન હતો અને તેથી કોઈને મળવા જવાને ન હત; એટલે એ કાર્ડની થપ્પી તે પોતાના ખિસ્સામાં જ રાખતો.
સાથે સાથે જ, કુદરતી કમે જેમ જેમ તે પોતાના પિતાની નજીક પહોંચતો ગયો, તેમ તેમ તે તેના દાદાથી દૂર ખસતો ગયો. એ ડોસાને ઉપરચોટિયો તરંગી સ્વભાવ તેને પહેલેથી જ ગમતો ન હતો, પરંતુ અત્યાર સુધી એકસમાન રાજકીય વિચારો અને શ્રદ્ધાઓના પુલ ઉપર તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org