________________
કરદેં
આખું પૅરિસ જાણે ભડાકે ઊડવા લાગ્યું.
દંગલનું કામ આ રીતે જ ચાલે છે. શાથી શું થાય છે એનું ઠેકાણું રહેતું નથી. જ્યાં જે બન્યું તે ખરું. દરેક જણ પાછળ આવતા પ્રવાહના આપેાઆપ નેતા બની જાય, અને તેને મરજીમાં આવે ત્યાં દોરી જાય ! પહેલાં બૂમાબૂમ થાય, પછી દુકાનો બંધ થાય, પછી છૂટાછવાયા ભડાકા થવા માંડે, લોકો નાસભાગ કરવા માંડે, અને નાકરડી ઘરોના વાડામાં હસતી હસતી તાળી પાડીને બોલે, “અલી, દંગલ મચ્યું છે, દંગલ ! ”
લે મિઝરામ્હ
એક જગાએ વીસેક જુવાનિયા એક વીશીના ધૂમ્રપાનના ઓરડામાં પેઠા અને પછી એક ત્રિરંગી વાવટા તૈયાર કરી તેને ફરકાવતા બહાર નીકળ્યા. ત્રણ આગેવાનોના હાથમાં હથિયાર હતાં, બાકીનાની પાસે તેમનાં ગળાં હતાં અને તેમની બૂમા હતી.
એક જગાએ એક વેપારી ઘાઘરા અવાજે બૂમા પાડતા જે માગે તેને બંદૂકની ગાળી વહેંચતા હતા.
બીજી જગાએ બીજાં ટોળાં જુદી જાતના જુદા રંગના ધ્વજો સાથે જુદા પાકારો કરતાં ફરતાં હતાં.
સ્રોની એક દુકાન લૂંટાઈ. થોડી જ મિનિટમાં, એક હજાર હાથ, ૨૩૦ બંદૂકો, ૬૪ તલવાસે, ૮૩ પિસ્તોલા સાથે ટોળું મેદાને પડયું. જેની પાસે કંઈ નહાતું, તેને બંદુક ઉપરની બૅયાનેટ મળી.
એક ટોળું જૂની વસ્તુઓની દુકાનમાં પેઠું અને ત્યાંથી હાથ આવે તેવાં જૂનાં હથિયારો લઈ ચાલતું થયું.
ગોળી વાગવાથી મરી ગયેલા એક કડિયાનું મડદું પાલખ નીચે શેરીમાં રવડતું હતું.
પછી તો બધા રાજમાર્ગો ઉપર ટોળાં દોડવા લાગ્યાં; ફાનસોના થાઁભલા તેડવા લાગ્યાં; ગાડાં છેડીને આડશા ઊભી કરવા લાગ્યાં; શેરીના પથરા ઉખાડી નાખી રસ્તા વચ્ચે પથરાની દીવાલા ખડી કરવા લાગ્યાં; ઝાડો રસ્તાની આડે કાપીને કે નમાવીને રસ્તા બંધ કરવા લાગ્યાં, અને અંતે ખુરશી ટેબલ વગેરે સરસામાનના વારો આવ્યા.
પૈસાદાર દુકાનદારો અને વેપારીઓની પાસેથી પૈસા પડાવવામાં આવ્યા. એકલી સ્ત્રીવાળાં મકાનામાં પેસી તેમના ગેરહાજર પતિઓની બંદૂકો તથા તરવારો પડાવી લેવામાં આવી. પછી બહાર નીકળી બારણા ઉપર ચાક વડે લખવામાં આવ્યું, શસ્રો કબજે કરવામાં આવ્યાં છે. ”
66
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org