________________
૩૨૯ કેટલાક પોતાના નામ સાથે પહોંચે લખી આપતા કે, “શસ્ત્રો કાલે.” ઠેકાણેથી પાછાં મંગાવી લેવાં.”
રસ્તે એકલદોકલ ફંરતા કે ઊભેલા પહેરેગીરેનાં હથિયારો પડાવી લેવામાં આવ્યાં. મ્યુનિસિપાલિટી તરફ જતા નેશનલ ગાર્ડીનાં હથિયારો ઝૂંટવી લેવામાં આવ્યાં. એકલદોકલ અફસરની પાછળ “હા હા” કરતાં દોડતાં ટોળાં એ તો સામાન્ય દેખાવ થઈ ગયો.
વિદ્યાર્થીઓ તેમની હૉસ્ટેલમાંથી ટેળાબંધ નીકળી આવ્યા અને હાથમાં જે આવ્યું તે લઈ, લોકોનાં ઘરોને સરસામાન બહાર કાઢી મરચાની દીવાલ ખડી કરવા લાગ્યા. એક જણ મરચાની ટોચે લશ્કરી અદાથી ઊભા રહેતા અને કામકાજની દેખરેખ રાખતો. .
એકાદ કલાકમાં તે બજારના લત્તામાં જ સત્તાવીસ મરચા ઊભા થઈ ગયા. પેરિસના બીજા લત્તાઓમાં પણ જુદા જુદા પુલો આગળ, પિોલીસ-ચોકીઓ આગળ, એમ જ્યાં જેની મરજીમાં આવ્યું ત્યાં મોરચા ખડા થઈ ગયા.
દરેક મોરચો એવી જગાએ ઊભો થતે, જયાં ચારે તરફથી રક્ષણ થાય તે સહેજે મેકો હય, જ્યાંની ગલીઓમાં જવરઅવર કરવી મુશ્કેલ હોય તથા જ્યાં વચ્ચે પીઠાં અને વીશીઓ સારી પેઠે હેય. - એક મરથી બીજા મરચા વચ્ચે સંદેશ-વ્યવહાર કરવા ખાસ હથિયારબંધ માણસે ધજા સાથે અવરજવર કરતા. કેટલીક જગાએથી જુદા જુદા મરચાઓ માટે નાસ્તા-પીણાના ખર્ચ માટે પૈસા ભરેલી થેલીઓ પહોંચાડવામાં આવતી. કોઈ કઈને ઓળખતું ન હતું, પણ બધા મોરચાઓ જાણે એક જ સત્તા હેઠળ કામ કરી રહ્યા હોય તેમ, પરસ્પર સંદેશ-વ્યવહાર કે જરૂર પડશે શસ્ત્રો અને માણસોની મદદ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવતી. દરેક મોરચે ઉત્સાહી કવિ બિરદાવલી ગાતા અને સ્વયંસેવક તથા પ્રેક્ષકોને પાનો ચડાવતા.
નમતે પહોર થતાં છએક વાગે આર્કેડ ૬ સોમન આગળ લશ્કર અને મોરચા વચ્ચે રીતસરની લડાઈ શરૂ થઈ. નેશનલ ગાડૅને ફરજ ઉપર બેલોવવા પડઘમ વાગવા માંડયું. પડઘમ વગાડનારાઓ ઉપર હુમલા થવા માંડયા. તૈયાર થઈ ઉતાવળે ધસી આવતા નેશનલ ગાર્ગો ઉપર પણ ઠેર ઠેર ઠક પડવા લાગ્યા.
લશ્કરના સેનાપતિ ક્રાંતિ વખતના લોકોના જુસ્સાથી પરિચિત હતા. તેઓ મોકો જોઈ હુમલે કરવાની યોજનાઓ તૈયાર કરવા લાગ્યા. તે બધા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org