________________
એ દરેક નાના દંગલને પણ માટી, કાંતિ વેળાના જેવા જ ફિલસૂફો અને સેનાની હોય છે, માટી કાંતિ જેવા જ શહીદો પણ હોય છે.
પેરિસની સ્થિતિ ૧૮૩૨માં આવી રીતે ધૂંધવાઈ રહી હતી. કયાંથી એ દંગલ ફાટી નીકળશે એ કોઈ જાણતું ન હતું; પણ ગમે ત્યારે ફાટી નીકળશે એમ સૌ કોઈ જાણતું હતું. આવી ફેટક પરિસ્થિતિમાં સેનાપતિ લેમાર્કનું મૃત્યુ એ જામગરીરૂપ બન્યું.
નેપોલિયનના અદના સેવક તરીકે લોકોમાં માર્ક માટે બહુ લાગણી હતી. પાંચમી જૂનની સવારે માર્કની સ્મશાનયાત્રા નીકળવાની હતી. લોકોમાં ભાતભાતની વાતે ચાલી હતી. જે કોઈ પણ કારણ વિના હથિયાર તૈયાર કરવા લાગી ગયા હતા. જુદી જુદી ટાળી જુદી જુદી જાતનાં સાધન જોગવી રહી હતી.
સરકારને પણ કશાકની ગંધ આવી હતી. અને આવી કોઈ તક મળે તે લોકોને ધૂંધવાટ કડક હાથે ડામવા તેણે લશ્કરી તૈયારીઓ કરી રાખી હતી. ઠેર ઠેર જ્યાં ત્યાં સ્મશાનયાત્રાને માર્ગે લશ્કરી ટુકડીઓ હથિયારબંધ તૈયાર રાખવામાં આવી હતી. તોપખાનાં પણ ઠેર ઠેર ખડકાઈ ગયાં હતાં. - લોકોમાં એક વાત એવી ચાલતી થઈ હતી કે સરકારી શાભંડાર ઉપર હુમલો થવાને છે અને શસ્ત્રો લૂંટીને વહેંચી લેવાના છે. જુદા જુદા સંકેતોની વાતો પણ વહેતી થઈ હતી.
શબવાહિનીનું સરઘસ એસ્ટરલીઝના પુલ પાસે આવ્યું. સામી બાજુ ઘોડેસવાર ટુકડી તૈયાર ઊભી હતી. જરા ધમાલ જેવું કંઈક થઈ ગયું. શું થયું તે કોઈએ જાણ્યું નહિ. કહે છે કે, શસ્ત્રભંડાર તરફથી હુમલો આવ્યો હતો; બીજી વાત એવી છે કે કોઈ છોકરાએ પલટણના સૈનિકને છરી ખેસી દીધી હતી. પણ એટલું નક્કી કે ત્રણ ગોળીબાર થયા, તેમાં પહેલે ભડાકે ઘોડેસવાર ટુકડીને સેનાપતિ કોલેટ માર્યો ગયો. બીજા ભડાકે એક બહેરી ઘરડી બાઈ તેના ઘરની બારીમાં ઊભી હતી તે મારી ગઈ. ત્રીજા ભડાકાથી એક અફસરની ખભા-પટ્ટી ઊડી ગઈ. અને તરત જ ખુલ્લી તરવારે પલટણના માણસો ટોળા ઉપર ધસી આવ્યા.
શબવાહિની આમથી તેમ ધક્કે ચડી. જુવાનિયાઓનું ટોળું એ શબવાહિની સાથે પુલ ઉપર થઈને પલટણ ઉપર તૂટી પડ્યું. ચારે તરફ દોડધામ અને શોરબકોર મચી ગયાં. જેના હાથમાં જે આવ્યું તે લઈને, જ્યાં ત્યાં, સૌ કોઈ સૈનિકો સામે મોરચા ખડા કરવા લાગ્યું. ગેળીએાની રમઝટ જામી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org