________________
64
૧૮૩૭ની ૧૬મી ફેબ્રુઆરીની રાત
અરે, તું જુવાન છે!”
એટલે હું એ ઘરડાની પાછળ જાઉં?”
“એમ નહિ; મારાથી રસ્તા ઉપર સીધા સીધા જવાય તેમ નથી. એટલે તું જઈને એ લેાકો કયાં રહે છે તે જાણી લાવ, ગમે તેમ કરીને.’
"
૨
લગ્નવિધિ પત્યા પછી વરઘાડો ઘેર પાછા આવ્યા, જમણવાર વખતે જીન વાલજીનની શેાધ થઈ, ત્યારે માલૂમ પડયું કે, જીન વાલજીન ખાનસામાને એમ કહીને ગુપચુપ ચાલ્યા ગયા હતા કે, તેના હાથે પીડા વધારે ઊપડી છે, એટલે તે ઘેર જઈને જરા આરામ કરવા ઇચ્છે છે.
૪૩૯
''
કૉસેટનું માં પૂરી ગયું, પણ ક્ષણ વાર. જીલેનેાર્મન્ડ દાદાએ તરત જાહેર કર્યું કે, “ હાથે પી.ડા ઊપડી છે એટલે મહાશય જલદી સૂઈ જશે એ આરોગ્યશાસ્ત્રના નિયમ મુજબ હાણભરી વાત છે. અલબત્ત, આખો દિવસ તેમણે બરાબર હાજરી આપી, તે જ ઘણું છે. અમે જુવાન હોય, પણ અમારે અમારા ખોખાની સામે પણ
'
પરંતુ જીન વાલજીનને શું થયું હતું? તે ઘેાડી વાર ત્યાં થાભીને રૂ દ લ હોમ આર્મવાળા પેાતાના મકાને પાછા ફર્યા હતા.
મીણબત્તી સળગાવીને તે ઉપરને માળ ગયો. બધું ખાલીખમ હતું. બધાં કબાટ ખુલ્લાં હતાં. તે કૉંસેટના ઓરડામાં ગયો. પથારી ઉપર ચાદર ન હતી. ઓશીકાની ખોળ પણ ન હતી. કૉસેટે પેાતાને હાથે જેના ઉપર ભરતકામ કરેલું, તે બધી વસ્તુ, તે પોતાના જૂના ઘરની યાદગીરીમાં નવે ઘેર લઈ ગઈ હતી !
ઘરડેરાનું દિલ તે જોવું તે પડે જ ! ”
ટુસાં ડોસીની પથારી પણ ઊથલપાથલ થયેલી પડી હતી. માત્ર એક જ પથારી બરાબર જેમની તેમ પડેલી હતી તેની પેાતાની પથારી !
જીન વાલજીન એ ખાલી ઘરમાં ઠેર ઠેર નજર કરતા ઘૂમવા લાગ્યા. પછી પેાતાને ઓરડો આવતાં તેણે મીણબત્તી ટેબલ ઉપર ગેાઠવી. અચાનક તેની નજર પેલી પેટી ઉપર પડી, -
જેને કૉંસેટ બાપુની
‘કાયમની સહવાસણ ’ કહેતી. રૂ દ લ હામ આર્મવાળા
મકાને ૪થી જૂનને
દિવસે તે પહેલવહેલા રહેવા આવ્યું, ત્યારે તેણે એ પેટીપેાતાની પથારીને
Jain Education International
ઓશીકે એક તાકામાં મૂકી રાખી હતી.
જીન વાલજીને જલદી પોતાના ખીસામાંથી એક નાની ચાવી કાઢી, અને તે પેટી ઉઘાડી. દશ વર્ષ પહેલાં મેાન્ટક્રમેલથી
કૉસેટને તે લેવા ગયા
For Private & Personal Use Only
www.jainelibrary.org