________________
૪૪૦
લે મિરાગ્લ ત્યારે આ કાળો પોશાક કૉસેટની માતાના મૃત્યુના શેક નિમિત્તે કૉસેટને પહેરાવવા તે ખાસ લઈ ગયો હતે. એ પોશાકમાં જ થનારડિયરની વીશીમાંથી કૉસેટ તેની સાથે કાયમને માટે નીકળી આવી હતી. કૉસેટના હાથમાં પેલી મોટી ઢીંગલી હતી. જંગલમાં થઈને તેઓ કેવાં એકબીજાને આશરે એકબીજા ઉપર વિશ્વાસ મૂકીને જીવન-પથ ઉપર ચાલી નીકળ્યાં હતાં અને તે જીવનપથનો આ અંત હતો ?
જીન વાલજીને તે આખો પશાક પથારી ઉપર પહેરવાને ક્રમે બરાબર ગોઠવ્યો. કૉસેટની તે કદની મૂર્તિ હવે જીન વાલજીનની નજર સમક્ષ તાદૃશ થઈ. અચાનક પોતાનું સફેદ વાળવાળું માથું પથારી ઉપર નાખી દઈ તે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.
૨.
તે રાત્રે જીન વાલજીનના અંતરમાં રહી રહીને એક પ્રશ્ન ઊઠવા લાગ્યા. કૉસેટ અને મેરિયસનું સુખ તેણે પિતાને હાથે બરાબર યોજી આપ્યું હતું. તે, હજી પણ તેણે કૉસેટના ઉજજવળ ખીલતી કળી જેવા જીવન ઉપર પિતાને છાંયો હક કરીને જેમનો તેમ કાયમ રાખવો? અને તે કેવો છાંયો? કાયદાની કઠોર સજાની ઘેરી છાયાવાળો ઓછાયો ! પોતાના આંતરિક સુખને કારણે એ લોકોના સુખને નાલેશીની કાયમની લટકતી તલવાર નીચે ચાલુ રાખવું? એ લોકોને પોતાની ખરી વાતથી કાયમના અંધારામાં રાખી, પોતે તેમને ઘેરી રહેવું?
જન વાલજીનના અંતરમાં કારમું ઘમસાણ મચી રહ્યું. પિતે અત્યાર સુધી જે કાંઈ કર્યું હતું, તેથી તેનો કશો જ હક ઊભો થતો ન હતો ? પરંતુ, તે પોતે હજુ કાયદાની ચુંગલમાંથી નાસતો ફરતો ગુનેગાર હતે. જે દિવસે તે પકડાય, તે દિવસે તેને રીઢા ગુનેગારની જેમ નાલેશીભરી રીતે લશ્કરી વહાણ ઉપર કાયમની કઠોર સજા ભોગવવા જવું પડવાનું હતું. એવા માણસના સંપર્કનું જોખમ, આ લોકોના આશાભર્યા ખીલતા જીવન ઉપર રાખવું, એ તેને માટે યોગ્ય કહેવાય?
તે શું આટલું આટલું કરવા છતાં જીવનના પવિત્ર ભાવો અને સંબંધો ઉપર તેને કશો અધિકાર પ્રાપ્ત થતું ન હતું? વર્ષો પહેલાંના એક નાનાશા ગુનાને કારણે આખું જીવન તેણે એકલા અટૂલા છૂપા ગુનેગાર રહીને જ વ્યતીત કરવાનું હતું? અને એક વાર ફરીથી તેને આખા સમાજ ઉપર વેર લેવાની કારમી ઇરછા થઈ આવી.
કૉસેટ સાથેના વાત્સલ્યભર્યા જીવનથી તે પોતે પોતાના ગુનેગાર જીવન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org