________________
૪૩૮
લે મિરાન્ડ છે અને જીવનની ગંભીર બાબતની તૈયારી રૂપે બુરખા હેઠળ જાત ઢાંકવાની રીત જાણી લે, એ સારું છે!”
પરંતુ વાહનોની અને પગપાળાઓની આ ધમાલમાં વરઘોડાની ગાડીઓ કીડી-વેગે પણ સીધી જઈ શકે એ અશક્ય હતું. એક જગાએ જ્યારે ગાડીઓને ભીડમાં સ્થિર થઈને જ ઊભા રહેવું પડ્યું, ત્યારે રસ્તાની બંને બાજુથી જતી બુરખાધારીઓની પંક્તિમાંથી એક જગાએ અચાનક નીચેની વાતચીત થઈ–
ઓહ, લગ્નને વરઘોડો છે ને!” “અરે એ તે આજના તહેવારનો જ ખોટો વેશ હશે!”
અલી એય !” “શું છે, દા” છે?” પેલો કચરો જો?”
“કાં ?”
પેલો વરઘોડામાં પહેલી ગાડીમાં બેઠો છે તે.”
હાથ ઝોળીમાં છે તે ?” “હા.” “તેનું શું?” “મને લાગે છે કે હું તેને ઓળખું છું.” “લે, કર વાત !” “પણ પેલી કન્યાનું મોં જરા નીચી વળીને જો તે ખરી.” “દેખાય તેવું નથી.” “ભલે, પણ હું પેલા ઝોળીવાળા કચરાને ઓળખું છું એટલે બસ.”
મને ઘરડા કચરાઓમાં રસ નથી!” “હું તેને ઓળખું છું !” “ભલેને પેટ ભરીને ઓળખે, મારે શું?”
પણ સાંભળ તો ખરી.” “શું?”
તું એ વરઘોડાની પાછળ જા અને તેઓ કોણ છે, કયાંથી આવ્યા છે અને કયાં જાય છે, તે જાણી લાવ.”
“મારે જાય છે બલારાત! ” “અરે, તું સમજતી નથી, એઝેલ્મા." “ભલેને, તમે સમજતા હો તો સમજો ! ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org