________________
૧૮૩૩ની ૧૬મી ફેબ્રુઆરીની રાત એ દિવસે “મહેંગાને આનંદ-તેફાનને તહેવાર હોવાથી, લેને મેન્ડ બાનુએ, તે દિવસે લગ્નવિધિ ઊજવવાની બાબતમાં વાંધો ઉઠાવ્યો. પરંતુ મેરિયસે માત્ર એ કારણે જ લગ્નવિધિ મોકૂફ રાખવાની ના પાડી, એટલે દાદાએ તરત ચુકાદો આપ્યો : “ચાલો આજે જ પરણી નાખીએ!”
આગલી રાતે જીન વાલજીને મેરિયસને દાદા જલેનોર્મન્ડની હાજરીમાં ૫ લાખ, ૮૪ હજાર ક્રાંક સેંપી દીધા હતા.
હવે જીન વાલજીનને ટુસો ડોસીને ખપ ન હતએટલે કૉસેટને તે પણ વારસામાં મળી ગઈ. કૉસેટે તેને હોદ્દો વધારીને તેને પોતાની ખાસ તહેનાત-બાનનું પદ આપી દીધું.
જીન વાલજીન માટે જીલેનર્મન્ડના ઘરમાં એક સુંદર કમરો ખાસ સજાવી રાખવામાં આવ્યો હતો. અને કૉસેટે પોતાનાં તમામ લાડ અને હઠનો ઉપયોગ કરીને જીન વાલજીન પાસે લગ્નના દિવસથી ત્યાં આવીને રહેવાનું કબૂલ કરાવ્યું હતું.
લગ્નના થોડા દિવસ અગાઉ જીન વાલજીનના અંગૂઠાને અકરમાત્ કશી ઈજા થઈ. ખાસ ગંભીર ઈજા ન હતી; તથા જીન વાલજીને તેના તરફ કોઈને કશું ધ્યાન પણ આપવા ન દીધું, પરંતુ તેને આખે પંજો એક રૂમાલમાં વીંટી રાખવો પડયો અને આખો હાથ એક ઝેળીમાં. પરિણામે, લગ્નના દિવસે તે કશા ઉપર પોતાની સહી આપી ન શકયો; એટલે દાદા જીલેનોર્મન્ડે જ કોસેટના વાલી તરીકે, તેને બદલે પોતાની સહીઓ આપી.
આટલું કહી દીધા પછી, આપણે દેવળ સુધીના એ વરઘોડાની પાછળ પાછળ જવું નથી. વરકન્યા પોતાના પ્રેમના ઉમળકાથી એક થતાં હોય અને ઈશ્વર સમક્ષ પવિત્ર કલકરારથી તેની જાહેરાત કરતાં હોય, ત્યાં આપણે ત્રાહિતને ઊભા રહેવાની શી જરૂર છે, ભલા!
પરંતુ તે દિવસે વરઘોડામાંથી જ કોઈના ખ્યાલમાં ન આવેલી એવી એક ઘટનાની શરૂઆત થઈ, જે આપણે આપણી વાર્તાના હવેથી આગળના અંક માટે નોંધવી જરૂરી છે.
વરઘોડો જ્યારે દાદા જીલેનર્મન્ડના ઘરેથી નીકળ્યો, ત્યારે દેવળ જતા રસ્તાનું એક ચકલું, જુદા જુદા આકારના બુરખા મોં ઉપર પહેરીને આનંદોત્સવ કરતા લોકોથી ભીડવાળું બની ગયું હતું. એ કારણે બીજે રસ્તે થઈને જવાનું સૂચવવામાં આવ્યું. પણ દાદાએ ઉત્સાહમાં આવી જઈને કહ્યું કે, “ નહિ, આપણે એ રસ્તે થઈને જ ચાલો; આ આપણાં બે જુવાનિયાં પરણવા જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org