________________
૪૩૬
લે મિઝરાઇલ
કાઢયો; પછી સુરંગનું ઢાંકણું ઉઘાડી તેમાં મને ઉપાડીને તે ઊતર્યાં; અને ઐ અંધારી ગંધાતી સુરંગામાં ચાર માઈલ જેટલું ચાહ્યા ! કંઈ કલ્પના આવે છે? કેટલીય જગાએ તે ટટાર ચલાય તેવું પણ નહિ હાય; કેટલીક જગાએ કળણ પણ આવ્યાં હશે. અને તેવામાં એક મડદાના ભાર લઈને ચાલવાનું. અને તેનું પ્રયાજન શું? એ મડદાને સંભાળીને માત્ર તેના દાદાને ઘેર પહોંચાડવાનું ! કદાચ તેને મારા મડદામાં જીવનના તણખા ટમટમતા લાગ્યા હશે, અને તે તણખા બુઝાઈ ન જાય તો સારું, એમ માન્યું હશે. પણ એ તણખા બચાવવા તેણે પોતાના જીવનદીપ કેટલી વાર જોખમમાં નાખ્યો હશે? અરે એ ગટરમાં ડગલે ને પગલે જીવનું જોખમ નહિ તે બીજું શું હતું ? ત્યાં આરામ-ખુરસી કે સગડીની હૂંફ ન હતાં કે મુલાયમ ગાલીચા બિછાવેલા ન હતા! અને હું કોણ હતા? એક બળવાખાર; ઘાયલ અને મરતા બળવાખોર. જીવતા પકડાઉં તેપણ ફાંસીએ ચડવા માટે જ. એવા એક નાચીજ તુચ્છ માણસને બચાવવા તે માણસે કેવી ભારે જહેમત ઉઠાવી ? જો આ કૉસેટના છ લાખ ફ઼ાંક મારા હોત તો
""
જીન વાલજીન ઝડપથી બાલી ઊઠયો. “તા હું એ માણસને શેાધી કાઢવા છયે
66
એ ફ્રાંક તમારા જ છે”
""
‘વ ુ”, મેરિયસે પૂરું કર્યું,
લાખ ખીરું નાખું!"
--
જીન વાલજીન કશી લેવાદેવા ન હોય તેમ ચૂપ થઈ ગયા.
૧૦૪
૧૮૩૩ની ૧૬મી ફેબ્રુઆરીની રાત
૧ ૧૮૩૩ની ૧૬મી ફેબ્રુઆરીની રાત એ સાહાગરાત હતી; મેરિયસ અને કૉસેટના લગ્નની રાત.
તે વખતે ટ્રાન્સ દેશે હજુ ઇંગ્લૅન્ડની રીત અપનાવી ન હતી. ઇંગ્લૅન્ડવાળા પિત તા પરણ્યો કે તરત દેવળમાંથી જ વેગે દોડતા વાહનમાં બેસી પત્નીનું અપહરણ કરતા હાય તેમ તેને લઈને ભાગી જતા અને દૂરની વીશીમાં જ પેાતાની સેાહાગરાત ઊજવતા. ત્યારે ફ્રાન્સમાં તે સેહાગરાત ઘરને મથકે જ ઊજવાતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org