________________
૪૩૫
ભૂતકાળના એાળા પોલીસ ઓફિસરના હાથમાં તે સીન નદીના કિનારા ઉપર શી રીતે આવ્યો? અર્થાત કોઈ તેને ત્યાંથી ઉપાડીને ત્યાં લઈ આવ્યું હતું. કયે માર્ગે? સુરંગમાં થઈને? અને એ “કોઈ’ કોણ હતું? પિતાને આવી રીતે મૃત્યુના હાથમાંથી મહાપ્રયત્ન અને મોટા જોખમે બચાવનાર માણસ પછી શા માટે સાવ જ અદૃશ્ય થઈ ગયો? તેને પકડનાર પેલો પોલીસ અમલદાર પણ મેરિયસને અહીં તેના દાદાને ઘેર ઉતારી ફરી કેમ કશું ઈનામ લેવા કે ભાળ કાઢવા કે ખબર આપવા પણ પાછો આવ્યો નહિ?
પણ મેરિયસને ઉપાડી લાવનાર પેલો માણસ જ એક બળવાખોરને બચાવવાને ઉપકાર (કે ગુને?) કર્યા બાદ પાછો કેમ દેખાયો નહિ? તો શું પેલા અમલદારના હાથમાંથી તે નાસી છૂટયો હશે? કે તેણે તે અમલદારને લાંચ આપીને ચૂપ કરી દીધો હશે? તો પણ તે છાનામાનેય મેરિયસને ઘેર આવી પોતાની મહેનતનું ઇનામ લેવા કેમ નથી આવતો? અને જે ઇનામની લાલચે એ કામ તેણે નહોતું કર્યું, અને માત્ર મને બચાવવા જ તેણે એ ભયંકર જોખમ ખેડ્યું હતું, તે પછી પણ હું જીવતે રહ્યો છું કે કેમ, તે જોવા કે જાણવાની પણ દરકાર તેને કેમ નથી?
એ માણસને દેખાવ કેવો હતો? કઈ કહી શકતું ન હતું. રાત અંધારી હતી, અને દાદાના દરવાન તથા હજૂરિયાની નજર તો મેરિયસની દશા તરફ જ વધુ હતી; અને આજુબાજુ નજર કરી શકે તેવા હોશમાં તેઓ આવ્યા, ત્યારે તે પેલા બે જણ ચાલ્યા ગયા હતા. દરવાને એ માણસને કંઈક જોયો હતો, પણ તે તે એટલું જ કહેતે હો કે એનો દેખાવ ભયંકર મવાલી જેવો હતો.
મેરિયસે પિતાની શોધખોળમાં મદદરૂપ નીવડે તે આશાએ મોરચા વખતનાં પોતાનાં લેહી-ખરડાયાં કપડાં સાચવી રાખ્યાં હતાં. કોટ તપાસતાં એટલું માલૂમ પડ્યું હતું કે, એક બાજુનો છેડે વિચિત્ર રીતે ફાટેલ હતા; અરે, તે બાજુનો એક ટુકડો જ ન હતો!
એક રાતે કૉસેટ અને જીન વાલજી સમક્ષ મેરિયસે પોતાના મનને મૂંઝવતી આ બધી કહાણી કહી સંભળાવી તથા પોતે કેવી કેવી તપાસ કરી છે, પણ તે નિષ્ફળ ગઈ છે, તેની વિગતો પણ જણાવી. કૉસેટ તે એ બધી વિગતોથી આભી બની ગઈ. પણ મે. ફેશલના મોં ઉપરની ટાઢાશ જરા પણ ખસી નહિ, તે જોઈ મેરિયસ ચિડાઈ ગયો. તે આવેશમાં આવીને બોલી ઊઠયો, “ એ માણસ ખરેખર દૈવી પુરુષ હોવો જોઈએ; મહાશય, તેણે શું કર્યું તે સમજો છો? તેણે યુદ્ધના ઘમસાણમાં ઝંપલાવીને મને બહાર ખેંચી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org