________________
૪૩૪.
લે મિઝરાપ્લ બચાવ્યું હતું. અને પિતા વારસામાં એ ઋણ ચૂકવવાનો આદેશ પિતાને માટે મૂકતા ગયા છે, એ વાત ભુલાય જ કેમ?
મેરિયસે મોકલેલા બધા માણસો થેનારડિયરની કશી ભાળ કાઢી શક્યા નહિ. થેનારડિયર બાબુ જેલમાં જ મરી ગઈ હતી અને થેનારડિયર તથા તેની બાકી રહેલી પુત્રી એઝેલ્મા જાણે પૃથ્વી-પટ ઉપરથી ભૂંસાઈ ગયાં હતાં. પેટ્રન મિનેટ ટોળી સામેના મુકદ્મામાં કેટલાક નાસી છૂટયા હતા, અને બેએક જણને દશ વર્ષની સજા થઈ હતી. તેમના આગેવાન થનારડિયરને મતની સજા ફરમાવવામાં આવી હતી, પણ તે કાગળ ઉપર જ. કારણ કે, એ આસામી પછી પકડાય જ ન હતો. અને જેને માથે મોતની સજા ઝઝૂમી રહી હતી, તે માણસ પોતે એળખાય – પકડાય તેવી નિશાની પાછળ મૂકતો જાય શાનો? ભલેને પછી મેરિયસ જેવા તેને ફાયદો કરવા માટે જ શોધતા હોય!
અને મેરિયસને દાદાને ઘેર લાવનારની શોધ પણ થોડીક જ આગળ વધ્યા બાદ થંભી ગઈ હતી. જે ઘોડાગાડીમાં છઠ્ઠી જૂનની સાંજે મેરિયસને લાવવામાં આવ્યો હતો તે ઘોડાગાડીવાળો શોધી કાઢવામાં આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, “મોટી સુરંગના નદી આગળના મોં આગળ બદમાશોને પકડવા ઊભેલા એક પોલીસ અમલદારે મને તે દિવસે ત્રણ વાગ્યાથી રોકી લીધે હતા. નવેક વાગ્યાના અરસામાં એ સુરંગમાંથી એક માણસ બીજા મરેલા જેવા લાગતા માણસને ખભા ઉપર ઊંચકીને બહાર આવ્યો હતો. પિલીસ અમલદારે પેલાને પકડી લીધો હતો અને પછી “એ બધા લોકો” સાથે હું બરાબર આ ઘેર આવ્યો હતો. એ મરેલા લાગતા માણસને અહીં જ ઉતાર્યો હતો અને એ મોં. મેરિયસ જ હતા એમ મને હવે બરાબર યાદ આવે છે. પછી મારી જોડાગાડીમાં જ પેલો પોલીસ અમલદાર પેલા ગુંડાને લઈને દૂર કઈ શેરીના નાકા સુધી ગયો હત; બહાર નાકે જ મારું ભાડું ચૂકવીને મને વિદાય કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ પેલાઓ કયાં ગયા તેની મને કશી ખબર નથી.”
મેરિયસને પિતાને કશું યાદ નહોતું. તેને એટલી જ ખબર હતી કે મોરચામાં તે ગબડી પડ્યો, ત્યારે તેને કોઈ મજબૂત હાથોએ પકડી લીધો હતો; ત્યાર પછીનું બધું અંધારામાં લુપ્ત થઈ ગયું હતું. એ મૂછમાંથી તે દાદાને ઘેર આવ્યા બાદ જ જાગ્યો હતો.
મેરિયસને એક જ બાબતને વારંવાર વિચાર આવ્યા કરતો હતો કે, તે પોતે જો રૂ દ લા ચેનઘેરી આગળ ગબડી પડયો હતો, તો પછી પેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org