________________
લે મિરાન્ક ' એ જ ક્ષણે બારણું સહેજ ઊઘડવું. એક હાથ તેમાંથી અંદર આવ્યું. તે હાથે ખીંટીએથી કૂંચી લીધી, અને ડોસીની સળગતી મીણબત્તી વડે દિવાદાની સળગાવી. નોકરડીએ આંખ ઊંચી કરીને જોયું અને પછી ફાટેલે મેં તે ઊભી થઈ ગઈ. પિતાના ગળામાં અધે આવેલી ચીસ તેણે જોર કરીને દબાવી દીધી; કારણ કે એ હાથ તેણે ઓળખ્યો હતો. મોં. મેડલીનના કોટની જ બાંય તેના ઉપર હતી. થોડી ક્ષણ તે બેલી પણ ન શકી; છેવટે તે બોલી :
આપ સાહેબ અહીં કયાંથી? હું તે માનતી હતી કે –”
“– કે હું જેલમાં હતા, એમ ને?” જીન વાલજીને કહ્યું “હું ત્યાં જ હતે; પરંતુ મેં જેલની બારીને એક સળિયો ખેંચી કાઢ્યો, પછી કૂદીને હું બહાર નીકળ્યો અને અહીં આવે. હું ઉપર મારા ઓરડામાં જાઉં છું; તમે જઈને સિસ્ટર સિપ્લાઈસને બેલાવી લાવો; એ હજુ પેલી બાપડીની બાજુએ જ બેઠાં હશે.”
નેકરી ઉતાવળે આજ્ઞાનો અમલ કરવા દોડી ગઈ. જીન વાલજીને તેને કશું વિશેષ કહ્યું નહિ, કારણ કે તેને ખાતરી હતી કે પોતે કાળજી રાખે તે કરતાં એ ડોશી વિશેષ કાળજી રાખશે, અને કોઈને પિતાના આવ્યાની જાણ થવા નહિ દે. ઉપર જઈ, જીન વાલજીને મીણબત્તી બહાર જ મૂકીને પ્રથમ પોતાના ઓરડાની બધી બારીઓ બંધ કરી દીધી; ત્યાર પછી બહાર આવીને મીણબત્તી સાથે તે અંદર પેઠે. આ અગમચેતી તેણે વાપરી તે જરૂરી હતી, કારણ કે તેની બારી શેરીમાંથી દેખાતી હતી. પછી તેણે ઓરડામાં ચારે તરફ નજર કરી. તેની પથારી હજુ ત્રાણ રાતથી પાથરેલી જ પડેલી હતી. ડેસીએ રડીને વાળીઝૂડીને સાફ કરી હતી; રાખેડી કાઢી નાખી હતી અને તેમાંથી નીકળેલી દંડાની ખેળી તથા બે ફ્રાંકનો સિક્કો તેણે ટેબલ ઉપર મૂકી રાખ્યાં હતાં. જીન વાલજીને એક કાગળ લીધે અને લખ્યું, “નાના જ પાસેથી મેં પડાવી લીધેલો બે ફ્રોકને સિક્કો જેનો ઉલ્લેખ મેં અંદાલતમાં કર્યો હતો.” પછી પેલો સિક્કો તેણે એ કાગળ ઉપર મૂક્યો. ત્યાર બાદ એક ખાનામાંથી એક જુનું ખમીસ કાઢી, તેમાંથી એક ટુકડે ફાડીને તેમાં બિશપની બે દીવાદાની વીંટી લીધી. તેની વર્તણૂકમાં કશી ઉતાવળ કે પ્રભુ ન હતાં; અને દીવાદાનીઓ વીંટતાં વીંટતાં તેણે જેલમાંથી સાથે લીધેલી કાળી રોટીમાંથી બચકાં ભરી. ખાવા માંડયું.
એવામાં બારણા ઉપર બે ધીરા ટકોરા પડ્યા. “અંદર આવે,” તેણે કહ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org