________________
સિસ્ટર સિમ્હાઈસ એ સિસ્ટર સિપ્લાઈસ હતી. તે ફીકી પડી ગઈ હતી; તેની આંખે શતી બની ગઈ હતી અને તેણે હાથમાં પકડેલી મીણબતી પણ ધ્રુજતી હતી. આ સાધ્વીનું સખત અંતર પણ આજના બનાવોથી મુગ્ધ થયું હતું. તે ખૂબ રડી હતી એ સ્પષ્ટ દેખાતું હતું. જીન વાલજીને એક કાગળ ઉપર કશું લખવાનું હમણાં જ પૂરું કર્યું હતું. તેણે તે કાગળ સિપ્લાઈસને આપ્યો અને કહ્યું, “સિસ્ટર, આ કાગળ પાદરીને આપો.”
કાગળ ખુલ્લો જ હતું. એટલે સિસ્ટરની નજર તેના ઉપર પ. તમે વાંચી જુઓ,” જીન વાલજીને કહ્યું. સિપ્પાઇસે વાં, “અહીં જે મૂકી જાઉં છું તે બધાનો કબજો તમે લઈ લેજો. તેમાંથી અદાલતમાં મારો કેસ ચાલે ત્યારે જે ખર્ચ કરવું પડે તે તથા આ બાઈના મૃત શરીરને સારી રીતે ઠેકાણે પાડવા જે ખર્ચ કરવું પડે તે કરવું. બાકીનું બધું ગરીબ માટે છે.”
સિસ્ટરે કશુંક બોલવા પ્રયત્ન કર્યો, પણ તેના ગળામાંથી અવાજ ન નીકળી શક્યો. પછી તે થોડી વારે આટલું બોલી શકી:
એ બિચારી દુખિયારીને છેલ્લી વાર જોવા આપ નહિ પધારે!” “ના,” તેણે કહ્યું. “મારી પાછળ પોલીસ આવતા હશે; અને હું જો તેના ઓરડામાં પકડાહ તે તેને ફરીથી આઘાત લાગે.”
તે હજુ આ શબ્દો પૂરા બેલી રહે, તે પહેલાં તે દાદર ઉપર દોડધામ કરતાં ચડતાં પગલાંને અવાજ ગાજી ઊઠયો. ડેશી તેના ગળામાંથી નીકળે તેટલો મોટો અવાજ કાઢીને બૂમ પાડી રહી હતી :
- “મારા ભલા સાહેબ, હું સોગંદપૂર્વક કહું છું કે, અહીં આખો દિવસ કે સાંજે કઈ જ આવ્યું નથી; અને હું મારી ઓરડીમાંથી એક વાર પણ બહાર નીકળી નથી.”
એક માણસે જવાબ આપ્યો : “પણ એ ઓરડીમાં દીવો બળે છે.”
તેઓએ જાવટને અવાજ ઓળખ્યો. આ રડાનું બારણે એવી રીતે ખૂણા પાસે આવેલું હતું કે તેને ઉઘાડે એટલે અંદરની જમણી બાજુની ભીંત સાથે તેને ત્રિકોણ બની રહે. જીન વાલજીને તરત પોતાની દીવાદાનીને ફૂંક મારીને એ ખૂણામાં ભરાઈ ગયો. સિસ્ટર સિપ્પાઇસ ટેબલ પાસે ઘૂંટણિયે પડીને પ્રાર્થના કરવા લાગી. તેની નાની મીણબત્તીને જ પ્રકાશ એરડામાં રહ્યો. સાધ્વીને આંખ બંધ કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org