________________
'સિસ્ટર સિપ્લાઈસ ચહેરો હવે નવાઈભરી રીતે ઝળકી રહ્યો; કારણ, મૃત્યુ એ પણ પ્રકાશમાં પ્રવેશરૂપ છે. ફેન્ટાઇનને હાથ પથારી બહાર લટકતો હત; જીન વાલજીને નીચા નમી ધીરેથી તેને ઉપાડીને ચુંબન કર્યું. ત્યાર પછી તે ઊભો થયો અને જાવર્ટ તરફ ફરીને બોલ્યો:
હવે હું તમારી આજ્ઞામાં છું.”
સિસ્ટર સિપ્લાઈસ જાવટેં જીન વાલજીનને શહેરની જેલમાં પૂરી દીધું. મે. મેડલનની ધરપકડના સમાચારથી આખા મ0 શહેરમાં ધમાલ મચી રહી. પરંતુ જ્યારે સૌએ જાણ્યું કે તે માણસ તે વહાણ ઉપરને એક કેદી જ હતો, ત્યારે દરેક જણે તુચ્છકારપૂર્વક તેની વાત મન ઉપરથી કાઢી નાખી.
આખા શહેરમાં માત્ર ત્રણ કે ચાર જણ મે. મેડલીનની સ્મૃતિને વફાદારીથી વળગી રહ્યાં. તેમની ઘરડી નોકરડી તેમાંની એક હતી. તેજ દિવસે સાંજે આ ભલી ડોસી પિતાની ઓરડીમાં ચમકેલી હાલતમાં શેકાવિષ્ટ થઈને બેઠી હતી. કારખાનું આખે દિવસ બંધ રહ્યું હતું. તાળો ઊઘડયાં જ ન હતાં, અને શેરી નિર્જન હતી. ઘરમાં બે સાધ્વીઓ સિવાય કોઈ જ ન હતું અને તેઓ પણ વિધિ મુજબ ફેન્ટાઇનના મૃત શરીર પાસે જ બેઠી હતી. - સાંજ પડવા આવી; મોં. મેડલીનને રોજન આવવાને વખત થયો. પેલી
ભલી ડોસી પણ રોજની ટેવ મુજબ ઊઠી. તેણે એક ખાનામાંથી માં. મેડલીનના સૂવાના ઓરડાની ચાવી કાઢીને એક ખીંટીએ ભેરવી. મો. મેડલીન રોજ આવતા ત્યારે ત્યાંથી ફેંચી કાઢી લેતા. ડોસીએ તેની પાસે જ દીવાદાની તૈયાર કરીને મૂકી. મે. મેડલીન તે દીવાદાની સાથે લઈને ઉપર જતા.
રોજની ટેવ પ્રમાણે આટલું કામ અજાણપણે જ પરવારી લઈને ડેસી પાછી પોતાની ઓરડીમાં વિચાર કરતી બેઠી. તેને આમ વિચાર-નિદ્રામાં પડશે ત્રણેક કલાક વીત્યા હશે, ત્યાર બાદ તે અચાનક બોલી ઊઠી : “જઓ તે ખરા ! આજે પણ મેં મુઈએ તેમની કૂંચી કાઢીને ખીંટીએ ભેરવી છે!”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org