________________
૨ મિરાહ ચાલ, હવે રહેવા દે,” જાવર્ટ તપી જઈને બોલો. “હું અહીં ગાળે સાંભળવા નથી આવ્યો. નીચે સૈનિકો ઊભા છે; જલદી કર, નહીં તો માટે બંને બેડી પહેરાવવી પડશે.” - એરડાના ખૂણામાં એક જ લઢાને ખાટલે હચમચી ગયેલી હાલતમાં પડેલો હતે. જ્યારે દરદી પાસે આખી રાત જાગવાનું હોય, ત્યારે સિસ્ટરો બેસવા પુરતે તેને ઉપયોગ કરતી. જીન વાલજીન તે ખાટલા તરફ ગયે, અને તેને એક સળિ આખના પલકારામાં તેણે ખેંચી કાઢર્યો. તેના સ્નાયુઓ માટે એ રમત વાત હતી. પછી તે સળિયા હાથમાં રાખી તે ધીમે ધીમે કૉન્ટાઇનની પથારી પાસે ગયો. ત્યાં પહોંચ્યા પછી તેણે પાછા ફરી જાવર્ટને તદ્દન ધીમા અવાજે કહ્યું:
- “ અત્યારે મારા કામમાં કશી ખલેલ ન પહોંચાડવાની મારી તમને સલાહ છે.”
એક વાત નક્કી – જાવર્ટ પણ ધ્રૂજી ઊઠયો. તેણે સિપાઈઓને બોલાવવા જવાને વિચાર કર્યો, પરંતુ જીન વાલજીને કદાચ એ દરમ્યાન છટકી જાય તે બીકે, પાતળે છેડેથી પિતાના દંડને પકડી, જીન વાલજીન ઉપર આંખ ચોંટાડી રાખી, બારણાને અઢેલીને તે ઊભો રહ્યો. જન વાલજીને પથારી પાસે જઈ ફેન્ટાઇન તરફ સ્થિર નજરે જોતે ઘૂંટણિયે પડયો, અને તક્ષણ જાણે ધ્યાનસ્થ થઈ ગયો. તેને દુનિયાનું કશું ભાન ન રહ્યું. તેના ચહેરા ઉપર એક પ્રકારની અવર્ણનીય કરણા છવાઈ રહી. થોડી ક્ષણ આમ વીત્યા પછી, તેણે ફેન્ટાઇનના કાન પાસે પોતાનું માથું ઝુકાવ્યું અને તેના કાનમાં ધીમે અવાજે કશુંક કહ્યું. જગતે તજેવા આ માણસે, જગતને તજી ગયેલીના કાનમાં શું સંભળાવ્યું હશે? પૃથ્વી ઉપર કોઈએ તે શબ્દ સાંભળ્યા ન હતા; પરંતુ એ મૃત સ્ત્રીએ તે જરૂર સાંભળ્યા હતા. કેટલાક આભાસે એવા તીવ્ર હોય છે કે, તેમને અગમ્ય વાસ્તવિકતાવાળા જ ગણવા જોઈએ. ત્યાં જે બન્યું હતું તેની એકમાત્ર સાક્ષી સિસ્ટર સિગ્લાઇસ વારંવાર ભારપૂર્વક કહે છે કે, જે ક્ષણે જીન વાલજીને ફેન્ટાઇનના કાનમાં કશુંક કહ્યું, તે વખતે ફેન્ટાઈનના ફીકા હોઠ ઉપર આનંદભર્યું હાસ્ય છવાઈ રહ્યું હતું, એવું તે સ્પષ્ટ જેવું છે.
જન વાલજીને ફેન્ટાઇનનું માથું પોતાના હાથમાં લીધું અને મા ઊંચકે તેમ ઊંચકીને ઓશીકા ઉપર ગોઠવ્યું. પછી તેણે તેનાં કપડાં ઠીક કર્યા અને તેના વાળ તેના માથા ઉપર બાંધેલા રૂમાલ તળે સરકાવી દીધા. આટલું કર્યા બાદ તેણે ધીમેથી ફેન્ટાઇનની આંખ બંધ કરી. ફેન્ટાઈનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org