________________
વળી પાછે છન વાલજી “અલ્યા, મશ્કરી કરે છે કે શું?” જાવટેં બૂમ પાડી. “તે છેક આવો બુધ્ધ હોઈશ એવી મને કલ્પના ન હતી. ત્રણ દહાડા હું તને આપું કે જેથી હું ભાગી જઈ શકે, કેમ? અને તે ત્રણ દહાડા પણ આ કૂતરીના ભટોળિયાને લઈ આવવા સારુ! વાહ, આ તે અમીર-ઉમરા જેવી વાત લાગે છે !” ફેન્ટાઇનની નસે તૂટી ઊઠી.
મારી બાળકીને લઈ આવવા?” તેણે ચીસ પાડી. “તો શું તે અહીં નથી ! સિસ્ટર મને જવાબ આપો – કૉસેટ કયાં છે? મારે મારી બાળકી જોઈએ છે ! નગરપતિ સાહેબ, મેડલીન બાપુ?”
જાવટે જોરથી પોતાને પગ પછાડયો. . . “ આ વળી બીજીએ માંડયું; તું ચૂપ મરીશ, ડાકણ? આ ખરો સેતાનોનો દેશ છે, કે જ્યાં વહાણ ઉપરના કેદીઓ મૅજિસ્ટ્રેટ થઈ બેસે છે, અને રસ્તે રખડતીઓની ઉમરાવજાદીઓની પેઠે સારવાર થાય છે. પણ હવે એ બધું ઠીક કરી લેવાનો વખત આવી પૂગ્યો છે.” આમ કહી જાવટે જીન વાલજીનની બોચી આગળના કૉલરોને ભેગા જોરથી આમળ્યા, તથા પછી ફેન્ટાઇન તરફ સ્થિર સખત નજર કરીને કહ્યું. “જો સાંભળ, અહીં કોઈ મેડલીન બાપુ પણ નથી, કે નગરપતિ સાહેબ પણ નથી. અહીં તે એક ચોર, ડાકુ, જીન વાલજીન નામનો ગુનેગાર છે; અને મેં તેને હવે પકડયો છે, સમજી?”
ફેન્ટાઇન પોતાના અકડાતા જતા હાથ ટેકવીને સફાળી બેઠી થઈ. તેણે જીન વાલજીન તરફ નજર કરી, જાવર્ટ તરફ નજર કરી; અને સિપ્લાઇસ તરફ નજર કરી. પછી કાંઈ બોલવા માં ઉઘાડયું પણ તેના ગળામાંથી માત્ર ખરખરી જેવો કંઈક અવાજ નીકળ્યો. ખેંચાવા લાગેલા પોતાના હાથ કશુંક પકડવા તેણે પહોળા કર્યા; એટલામાં અચાનક તે ઓશીકા તરફ માથું પછડાય તેમ ઢળી પડી. તેનું મે ઉઘાડું રહ્યું, તેની આંખ ફાટેલી રહી, અને તેને જીવાત્મા તેનું આ દુ:ખી ખોળિયું છે વિદાય થઈ ગયો.
જન વાલજીને હવે પોતાનો હાથ બોચી તરફ ઊંચે કરી જાવર્ટના હાથ ઉપર મૂક્યો તથા એક બાળકને હાથ હોય તેમ તેને હાથ બચી ઉપરથી ઉખાડી નાખ્યો; પછી જાવર્ટને કહ્યું : ' “તમે આ બાઈને જીવ લી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org