________________
" - લે મિરાન્ડ
જીન વાલજીન – કારણ કે હવેથી આપણે તેનું એ જ નામ વાપરીશું – ઊભો થઈ ગયો. તેણે ફેન્ટાઈનને અતિ ધીમા શાંત અવાજે કહ્યું: - “ગભરાઈશ નહિ, એ તારે માટે નથી આવ્યા.” પછી તેણે જાવર્ટ તરફ ફરીને કહ્યું :
“તમારે શું જોઈએ છે, તે હું જાણું છું.”
તે ચાલ, ઉતાવળ કર—” જાવટેં જવાબ આપ્યો. '
ફેન્ટાઇને પોતાની આંખ ઉઘાડી. ત્યાં સિપ્લાઇસ તથા નગરપતિ સિવાય બીજે તે કોઈ હતું નહિ, તે પછી આવી તુચ્છ રવાળી ભાષા બીજા કોને માટે હોઈ શકે? ફેન્ટાઇનને પિતાને માટે જ! તે પગથી માથા સુધી ધ્રુજી ઊઠી. તેની સાથે જ તેણે કલ્પનામાં પણ ન આવી શકે તેવો દેખાવ જોયો– પિલીસ જાવટે નગરપતિને બોચીએથી પકડયા હતા અને નગરપતિનું માથું નીચું ઝૂકી ગયું હતું. ફેન્ટાઇનને થયું કે દુનિયાને અંત જાણે આવી પૂગ્યો છે.
નગરપતિ સાહેબ !” ફેન્ટાઇને ચીસ નાખી.
જાવટે તેના બધા દાંત દેખાય તેવું મુક્ત હાસ્ય હસ્યો – “અહીં કોઈ નગરપતિ નથી.”
જન વાલજીને પોતાની બોચીએથી તેને હાથ ખસેડવાનો પ્રયત્ન કર્યા વિના માત્ર કહ્યું –
જાવટે – ”
જાવટે તરત જ તેને આગળ બોલતા રોક્યા : “ચૂપ રહે, “મૌોર ઇન્સ્પેકટર સાહેબ” કહેતાં નથી આવડતું?”, ' - “હું આપને ખાનગીમાં બે શબ્દ કહેવા માગું છું, ” જીન વાલજીને ઉમેર્યું.
“ચાલ બોલી નાખ,” વર્ગે જવાબ આપ્યો, “ મારી સાથે લોકોએ જાહેરમાં જ વાત કરવાની હોય છે.”
" મારે આપને એક વિનંતી કરવી છે.”
કહું છું કે બોલી નાખ.”, , , “પણ તે તમારે એકલાએ જ સાંભળવાની છે – ”
મારે કંઈ જરૂર નથી. હું સાંભળતા નથી ”
જીન વાલજીને તેના તરફ ફરીને ઉતાવળે બહુ ધીમા અવાજથી કહ્યું : મને ત્રણ દિવસ આપ! ત્રણ દિવસમાં હું જઈને આ દુખિયારી બાઈનું બાળક લઈ આવું. જે કહેશો તે નુકસાની હું આપને ભરી આપીશ; તથા મરજી હોય તે આપ પણ મારી સાથે આવી શકો છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org