________________
વળી પાછે. અને વાહન કાર્યની માનવ હૃદય ઉપર અચૂક અસર થાય છે; અને આભારની લાગણીથી તે ઝૂકી પડે છે.
ન્યાયાધીશ ભલો અને સમાજ માણસ હત; પણ સાથે સાથે તે રાજભક્ત હતા. એટલે કેશિપેને પ્રશ્ન પૂછતી વખતે મોં. મેડલીને બોનાપાર્ટને
શહેનશાહ' કહીને ઉલ્લેખ્યો હતો, એ વસ્તુ તેને ખટકી હતી. તેણે તરત મ. મેડલીનની ધરપકડને હુકમ લખી નાખ્યો અને ઇન્સ્પેકટર જાવટને પહોંચાડવા ખાસ માણસ દેડાવ્યા.
જાવર્ટ પથારીમાંથી ઊઠતે જ હતું તેવામાં અદાલતના માણસે આવીને તેના હાથમાં મ. મેડલીનને પકડવાનું વૉરંટ મૂકવું. તે માણસને મોઢે જ અદાલતમાં બનેલી બધી વાત સાંભળતાં વેંત, જાવર્ટ બહારથી લાગણીને કશે ઉદ્રક દાખવ્યા વિના, દૃઢતાથી અને મક્કમતાથી પિતાને સેંપાયેલું કામ બનાવવા નીકળી પડ્યો. પહેરા ઉપરથી ચાર સિપાઈઓ અને એક જમાદારને સાથે લઈ તે મા. મેડલીનને મકાને આવ્યો અને ત્યાંથી નોકરડીએ બતાવ્યા પ્રમાણે સેવાશ્રમમાં આવ્યું. બારણું ઉઘાડી તે એકદમ અંદર પેઠો નહિ, પણ એકાદ મિનિટ ઊભે રહ્યો. તે વખતે જ અચાનક ફેન્ટાઇનની નજર તેના ઉપર પડતાં તે એકદમ છળી ઊઠી હતી.
મે. મેડલીનની નજર જાવર્ટની નજર સાથે મળતાં જ જાવર્ટના મોં ઉપર સખત ફેરફાર થઈ ગયા. માનવ લાગણીઓમાં આનંદની પેઠે બીજી કોઈ લાગણી આટલી બધી વિકરાળ થઈ શકતી નથી. જન વાલજીન છેવટે હાથમાં આવ્યો એ વાતની નિશ્ચિતતાથી જવનું આખું અંતર જાણે નીચેના બધા ઓગાટ સાથે તેના ચહેરા ઉપર ધસી આવ્યું હતું. જો કે, પિતાને વિજય જાવર્ટને મન ન્યાય અને સત્યનો અનિષ્ટ ઉપરનો વિજય હતે. સત્ય, પ્રમાણિકતા અને કર્તવ્યનિષ્ઠા એવી વસ્તુ છે, કે જેમનું ઝનૂન માણસને વિકરાળ બનાવે છે. એ સદગુણોને એક જ દુર્ગુણ છે, અને તે વધારે પડતું કરી બેસવાને. તેથી તેવા માણસને આનંદ જ્યારે ચહેરામાં સારાપણાનું બધું અનિષ્ટ લઈને પ્રગટ થાય છે, ત્યારે તેના જેવું દૃણાસ્પદ શ્ય બીજું હોઈ શકતું નથી.
ફેન્ટાઈને જાવર્ટને તે દિવસથી ફરી જોયો ન હતો. તેના માંદા મગજમાં એક જ ખ્યાલ ફુર્યો અને તે એ કે, જાવટે તેને પકડવા આવ્યો છે. જાવટને વિકરાળ ચહેરો તેનાથી સહન થઈ શક્યો નહિ. તેને લાગ્યું કે તેનું મોત હવે પાસે આવ્યું છે. તે પિતાનું મોં બંને હાથમાં દબાવી આસ્વરે પિકારી ઊઠી : “ નગરપતિ સાહેબ, મને બચાવે !”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org