________________
er
સિઝેરાજ્જ
શ્વાસ પણ લગભગ બંધ થઈ ગયા હતા. તેની નજર એરડાને
બીજે છેડે
બારણા આગળ ઊભેલી દેખાતી કોઈક આકૃતિ ઉપર જડાઈ ગઈ હતી. માઁ. મેડલીને એ તરફ નજર કરીને જેયું, તો ત્યાં જાવર્ટ ઊભા હતા. શું બન્યું હતું તે હવે ટૂંકમાં કહી દઈએ. સાડા બારને ટકોરે માં. મેડલીન અર્રાસની અદાલતમાંથી નીકળી, બરાબર ટપાલ-ગાડી ઊપડવાને વખતે જ વીશીએ આવી પહોંચ્યા. તે મમાં પાછા ફર્યા ત્યારે છ વાગવા આવ્યા હતા. આવીને તરત જ તેમણે પોતાના બૅંકવાળા માઁ. લેંફાઇટને કાંઈક કાગળ લખીને ટપાલમાં નાખ્યા અને ત્યાર બાદ તે ફેન્ટાઇનને જેવા આશ્રમ તરફ આવ્યા. તેણે અદાલતના ઓો છેડો કે તરત જ સરકારી વકીલ મૂર્છામાંથી જાગ્યો હોય તેમ ઊભા થઈ બાલવા લાગ્યો કે, તેને પોતાના અભિપ્રાય હજુ જરા પણ બદલાયા નથી; આ બધું થેાડા વખત બાદ સ્પષ્ટ થશે; દરમ્યાન ચેપમેથ્યુ જ સાચા જીન વાલજીન હોઈ, તેને સજા કરી દેવી જોઈએ. પરંતુ ચે પમેથ્યુના વકીલે તરત જ વાંધા લીધા અને જણાવ્યું કે, મોં. મેડલીનની કબુલાતથી હવે ખરો જીન વાલજીન કોણ છે તેની શંકા જ રહી નથી; માટે ચેપમેથ્યુને તો નિર્દોષ ઠરાવી છેાડી જ મૂકવા જોઈએ. જૂરીના સભ્યો તરત જ તે બાબતમાં સંમત થયા અને ચે પમેથ્યુને છેાડી મૂકવામાં આવ્યું! પરંતુ તે પછી, સાચા જીન વાલજીનને સજા તા થવી જ જોઈએ. એટલે તરત માં, મેડલીનની ખાળ શરૂ થઈ. મોં. મેડલીને જ્યારે પાતે જીન વાલજીન હોવાની કબૂલાત આપી હતી, ત્યારે અદાલતના ઓરડામાં એક ગંભીર પણ પવિત્ર વાતાવરણ છવાઈ રહ્યું હતું. ત્યાં કોઈ આરોપ મૂકનાર નહેાતું રહ્યું, કોઈ બચાવ કરનાર નહોતું રહ્યું, કે કોઈ ન્યાય ચૂકવનાર નહેાતું રહ્યું, બધા જ અપ્રતિમ માનવ ગૌરવના પ્રેક્ષક માત્ર બની રહ્યા હતા. એક નિર્દોષ માણસને સજામાંથી બચાવી લેવા પાતાની જાતને આટલા જોરપૂર્વક આગળ કરવી, એ વસ્તુ મનુષ્ય તરીકે સૌને માટે ગૌરવપ્રદ બની રહી હતી. એ વાતાવરણમાં મૅ મેડલીન છેવટનું એક વાકય બેાલીને અદાલતના ઓરડામાંથી ચાલી નીકળ્યા હતા : આપ સાહેબ હજુ મને કેદ પકડવાનું જાહેર કરતા નથી, ત હાલ તુરત હું આપની રજા લઉં છું; કારણ કે મારે કેટલાંક કામેા પતાવવાનાં છે. હું કોણ છું અને કયાં જાઉં છું તે સરકારી વકીલ બરાબર જાણે છે. એટલે જ્યારે યોગ્ય લાગે ત્યારે આપ લોકો પકડવાના હુકમ મેકલીને મને મેળવી શકો છે. ” તે જ્યારે બારણામાંથી જવા લાગ્યા, ત્યારે દરેક જણ આપેાઆપ તેમને જવાનો માર્ગ આપવા લાગી ગયું. કારણ કે દરેક ઉદાત્ત
46
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org