________________
વળી પાછે જીન વાવઝન રાત મને સફેદ વસ્તુઓ અને હસતા ચહેરા નજરે પડયા કર્યા છે. હવે મને તાવ નથી. છતાં તમે મને જ્યારે ખરેખર શાંત થયેલી છે, ત્યારે તમને જ થશે કે, હવે મને મારું બાળક આપવું જોઈએ.” - મોં. મેડલીન હવે તેની પથારી પાસેની ખુરશીમાં બેસી ગયા હતા. ફેન્ટાઈન બહુ શાંત થવાનો દેખાવ કરી તેમના તરફ ફરી. તેને ખરેખર શત થયેલી જોઈ, મે. મેડલીન પિતે જ કૉસેટને તરત જ ત્યાં લાવવાનું કહેશે, એમ તેણે માન્યું, પણ આ રીતે પોતાની જાતને દબાવવા છતાં, તે માં. મેડલીનને હજારો સવાલ પૂછડ્યા વિના ન રહી.
: " આપને મુસાફરીમાં કાંઈ તકલીફ તે નથી પડી ને? કૉટને તો મુસાફરી દરમ્યાન બહુ મઝા પડી હશે. મારે વિશે તે આપને ઘણું ઘણું પૂછતી હશે, ખરું ને? આપને પણ તે દાદા જ કહેતી હશે. જોકે, મને કદાચ આટલે વર્ષે તે ન પણ ઓળખે. ત્યાં તેને પેલાં થનારડિલરો કેવી રીતે રાખતાં હતાં? તે દુબળી પડી ગઈ છે? આપ તેને અહીં લાવી ન શકતા હે, તે બારણા પાસે જ તેને ઊભી રાખી થોડી વારમાં તેને પાછી લઈ જજો. આપ સાહેબ તે નગરપતિ છો; આપ ધારો તે દાક્તરને જરૂર કહી શકો.”
.
' મે. મેડલીને ફેન્ટાઈનને હાથ પિતાના હાથમાં લઈને પંપાળતાં પંપાળતાં કહ્યું, “મા, હવે જરા શાંત થા; કૉસેટ મજામાં છે; અને તારી પાસે બહુ જલદી તેને લાવીશું. પરંતુ હું બહુ આવેશમાં આવી જઈને બોલ્યા કરે છે, અને તારા હાથ ખુલ્લા કરે છે, તે સારું નહિ.”
વસ્તુતાએ ફેન્ટાઇનને શદે શબ્દ ઉધરસ ચડતી હતી. તેને જ હવે લાગ્યું કે, આવી ઉધરસ કાયમ રહી, તે આ લોકો તેની પાસે કૉસેટને જલદી નહિ લાવે. તે જરા ચૂપ થઈ.
દાક્તર હવે ત્યાંથી ચાલ્યો ગયે. સિસ્ટર સિપ્પાઇસ જ પાસે ઊભી હતી. તેવામાં બહાર આંગણામાં કોઈ કારીગરની બાળકીનાં રમવાને અવાજ આવ્યો. ફટાઈનના કાને તે અવાજ પડતાં જ તે બોલી ઊઠી, “હા, એ જ; મારી કોસેટ જ દેડતી લાગે છે. હું તેને અવાજ ઓળખી શકે છે.”
આમ બોલી, તે હસવા લાગી. માં. મેડલીને તેને હાથ મૂકી દીધો. એવામાં અચાનક ફેન્ટાઇન ચુપ થઈ ગઈ અને છળી મરી હોય તેમ પથારીમાં અધ બેટી થઈ ગઈ. તેની આંખો ફાટી ગઈ હતી, અને તેને
છે
માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org