________________
૨૮૪
તે મિઝરાહ મઠમાંથી નીકળે ત્યારે એક નાની પેટી તે પિતાના હાથમાં જ લઈને નીકળ્યો. બીજા સામાન સાથે તેણે તે બીજાને ઊંચકવા ન આપી. તેની ચાવી તે હંમેશાં પાસે જ રાખતે. કેસેટને તે પેટીમાં શું છે તે જાણવાની હંમેશાં ઉત્સુકતા રહેતી. ખાસ કરીને તેમાંથી કપૂરની ગંધ આવતી તેથી.
અહીં જ અમે કહી દઈએ કે, એ પેટી તેનાથી હવે પછી કદી છૂટી પડવાની નહોતી ! તે તેને હંમેશાં પિતાની ઓરડીમાં જ રાખ. મકાને બદલતી વેળા પણ તે એ પેટી હંમેશા પોતાની સાથે જ રાખત. કોસેટ તે મજાક પણ કરતી : “એ પેટી તે તમારી કાયમની સહવાસણ’ છે; મને તેની અદેખાઈ આવે છે, બાપુ!”
મઠમાંથી નીકળી તેણે રૂ પ્લમેટવાળું મકાન શોધી કાઢયું, અને તેમાં તે પુરાઈ ગયું. ત્યારથી તેણે પિતાનું નામ પણ અલ્ટીમસ ફેશલ રાખ્યું.
તે ઉપરાંત પેરિસમાં તેણે બીજાં બે મકાને પણ રાખ્યાં હતાં, જેથી એક જગાએ કાયમ રહેવાથી કોઈનું ધ્યાન ન ખેંચાય; તથા કોઈ વાર કાંઈ જોખમ આવી પડે, તે ઝટ બીજી જગાએ ખસી જવાય. એ બે મકાને બહુ સામાન્ય કક્ષાનાં હતાં અને બહારથી તેમનો દેખાવ પણ સાધારણ હતે. વળી શહેરના બે જુદા જુદા દૂરના ભાગમાં તે આવેલાં હતાં; એક રૂ દ લ આઉસ્ટમાં અને બીજું રૂ દ શ હમ આર્મમાં.
તે અવારનવાર મહિને માસ એ બંને મકાનમાં રહેવા જતા. તે વખતે એકલી કૉસેટ તેની સાથે જતી; ટુ ડેસી તે રૂ ખુમેટમાં જ રહેતી. પેલાં મકાનમાં રહેવા જાય ત્યારે જુઘ ઘરઘાટી ઘરનું કામકાજ કરતા.
કળી ખીલતી જાય છે ૨ પ્લમેટવાળા મુખ્ય મકાનમાં કોસેટ ટુસ ડેસી સાથે રહેતી. તે મકાનમાં જીન વાલજીને આબોહવાથી સંરક્ષણ માટે તથા આરામ માટે જોઈતી બધી સજાવટ કરી હતી. તે પોતે તો પાછલા વઢાવાળા નાના મકાનમાં રહે. તેમાં સાદી પથારી, સાદું ટેબલ, બે સરકટની ખુરશીઓ, અભરાઈ ઉપર ઘેડી ચોપડીઓ અને પેલી તેની નાની પેટી હતા. કાળી રોટી સિવાય બીજું કશું તેના ટેબલ ઉપર ખાવા માટે મુકાતું નહિ. ટુસ ડેસી નવાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org