________________
કળો ખોલતી જાય છે પામી કહેતી કે, ઘરના માલિકને આવી રીતે રહેવાનું હોય? ત્યારે જીન વાલજી કહે, “તારાં બાનુ એ ઘરનાં માલિક છે.”
“તે- આ-આપ કોણ છો?” ડોસી તેતડાતી તોતડાતી જક કરીને પૂછતી.
“હું? હું માલિક કરતાં વધારે મોઢો છું. હું બાપ છે.” આ દલીલ ટુ ડેસીને માટે છેવટની નીવડતી!
કોસેટને ઘરસંભાળની તાલીમ મઠમાં મળી હતી; ખર્ચની વ્યવસ્થા તે જ કરતી. જોકે આ ઘરનું ખર્ચ બહુ ઓછું હતું. દરરોજ જીન વાલજીન કૉસેટનું કાંડું પકડી, તેની સાથે બહાર ફરવા જતો. લક્ષમબર્ગ બગીચા તરફ તેનું રેજનું ફરવાનું રહેતું, કારણ કે તે તરફ જવરઅવર બહુ ઓછી હતી. અને સેંટ જંકસ ટુ હૉ૦ પાસેના દેવળે જ રવિવારે તે કૉસેટ સાથે પ્રાર્થના કરવા જતો, કારણ કે તે બહુ દૂર હતું. ત્યાંના ગરીબ લત્તામાં તે ખૂબ દાનધર્મ કર્યા કરતો; તેથી જ તેને થેનારડિયરે પોતાની ચિઠ્ઠીમાં સેંટ જેકસ હુ હૉ૦ વાળા દાનવીર ગૃહસ્થ તરીકે સંબોધ્યો હતો
રૂ લુમેટમાં કોઈ મહેમાન આવતા નહિ. ટુ ડોસી ખાધાખોરાકીની ચીજો લઈ આવતી. રૂ 6 બાબિલેનવાળા બારણા ઉપર ટપાલના કાગળો વગેરે માટે એક પેટી જડેલી હતી, પરંતુ રૂ પ્લમેટવાળા મકાનના ત્રણ રહેવાસીઓને કાગળપત્ર કશું આવતું નહિ એટલે એ પેટીમાં કરવેરાનાં બિલ તથા નેશનલ ગાર્ડની પરેડની હાજરીની નેટિસ વગેરે નંખાતાં. માં. ફોશલને નેશનલ ગાર્ડમાં ભરતી કરવામાં આવ્યા હતા. ૧૮૩૧માં કરવામાં આવેલી ભરતી પી૦નાં મઠને પણ લાગુ પડી હતી; અને તેના માણસ તરીકે જીન વાલજન મેજિસ્ટ્રેટની કચેરીમાં આદરપાત્ર વ્યકિત ગણાતે થયો હતો અને તેનું નામ નેશનલ ગાર્ડની યાદીમાં સામેલ થયું હતું.
વર્ષમાં ત્રણ કે ચાર વખત જીન વાલજીને પોતાનો ગણવેશ પહેરી ગાર્ડ તરીકેની ફરજ બજાવવા જતો. આનાથી તેને બીજા સાથે સામાજિક નાગરિકત્વ મળતું અને છતાં તે બીજી રીતે અલગ રહી શકતે.
પણ એક વાત આપણે અહીં નેધતા જઈએ કે, જીન વાલજીને કૉસેટ સાથે બહાર ફરવા નીકળો ત્યારે જૂના નિવૃત્ત અમલદાર દેખાવ રાખતે; પણ જ્યારે તે એકલો બહાર જતો, અને તે પણ સામાન્ય રીતે સાંજના સમયે – ત્યારે તે એક મજૂરને પોશાક પહેરો અને મોટું ઢંકાય તે માટે ટોપ રાખો.
જન વાલજીન, કૉસેટ કે ટુર્સો બહાર નીકળતાં ત્યારે રૂ દ બાબિલન'વાળા બારણેથી જ બહાર જતાં. રૂ પ્લમેટ તરફના દરવાજાની જાળીમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org