________________
૨૮૬
લે મિઝેરાગ્લ કોઈ તેમને અંદર ફરતાં જોઈ ગયું હોય તો જ તે જાણી શકે કે આ લોકે રૂ પ્લમેટમાં રહે છે. એ દરવાજો હંમેશ બંધ જ રાખવામાં આવતો, અને જન વાલજીને એ તરફને બગીચે પણ વણખેડયો જ રાખ્યા હતા, જેથી કોઈનું ધ્યાન ન જાય કે અંદર કઈ રહે છે.
પરંતુ માણસે એ બગીચાને હાથ નહોતો લગાડવો, તેથી કુદરતે તેને પિતાને ગમતી રીતે સજાવ્યો હતો. બધા છોડ પોતાને ફાવતી રીતે વધ્યા હતા તથા તેમની મસ્તીમાં ભાગ લેતાં હજારો પંખીઓ, પતંગિયાં વગેરે જીવો પણ ત્યાં કલ્લોલતા હતા. એક ખૂણે પથ્થરની બેઠક હતી, અને બે ત્રણ ઢાળેલાં પૂતળાં ક્યાંક ક્યાંક ઊભેલાં હતાં. રસ્તો કે કયારા જેવું કશું રહ્યું ન હતું. બગીચાની પહેલાંની વિલાસ અને શૃંગાર માટેની ગુપ્તતા અને ધીટતાએ જાણે કુંવારાપણાની નિર્દોષતા અને નૈસર્ગિક મુગ્ધતાને કબજો સોંપી દીધો હતો.
કૉસેટ મઠમાંથી બહાર નીકળી ત્યારે ચૌદ વર્ષની મોટી બાળકી જેવી જ સ્થિતિમાં હતી. તેના એકવડિયા કાઠા ઉપર જુવાનીએ પોતાની માદક સુંવાળી મધલાળ સાથે સ્થાન જમાવ્યું ન હતું. તેનું અંતર પણ એવું જ એકીસાથે ભીરુ તેમજ ઇષ્ટ અને મૃદુ તેમજ કઠોર બન્યું હતું. તે બરાબર પેલી “ કૃતદન’ કહેવાતી ‘સામે જવાબ ન વાળતી ઉંમરે હતી.
મઠમાં તેને ધર્મ, ભૂગોળ, વ્યાકરણ, ફ્રાન્સના રાજાઓ, થોડું સંગીત અને થે ડું ચિત્રકામ શીખવવામાં આવ્યું હતું. પણ એ સિવાય તે બીજી. બધી રીતે “અણજાણ’ હતી – જે એક પ્રકારની રમણીયતા પણ છે, અને સ થેસાથે જોખમ પણ છે. જુવાનીમાં પ્રવેશતી છોકરીનું અંતર આટલું બધું મૂઢ રહેવા દેવું ન જોઈએ; એ વસ્તુ અમુક વખતે હજાર જાતના મિથ્યા આભાસ અને ળાનું અચાનક ફીડાાન બની બેસે. તેને હળવેથી તથી સમજદારીથી પ્રકાશિત કરવું જોઈએ – વાસ્તવિકતાના ઝાંખા ભાસથી; નહિ કે તેના સીધા, નગ્ન કઠોર, પ્રકાશથી. એ અધપ્રકાશ ઉપયોગી તેમજ શિષ્ટ રહીને તુચ્છ ભયને હાંકી કાઢે છે અને કર ખાતાં બચાવે છે. એવો અર્ધપ્રકાશ માતા જ કંવારિકાને આપી શકે તેને એ બાબતની સાહજિક આવડત હોય છે.
જીન વાલજનમાં બધા પ્રકારનું વાત્સલ્ય તથા મૃદુતા હતાં; પણ તે એક એવો વૃદ્ધ માણસ હતો, જે “કશું જાણતો ન હતો. પરંતુ એક જુવાન છોકરીને જીવન માટે તૈયાર થવાની ગંભીર બાબતમાં “મુગ્ધતા' કહેવાતા અજ્ઞાન સામે ઝૂઝવા માટે કેટલી બધી જાણકારી જોઈએ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org