________________
કળા ખીલતી જાય છે
૨૮૭ કરીને વાસનાઓ અને કામનાઓના ઘમસાણ માટે મઠ જેવું બીજું કઈ તૈયાર ન કરી શકે ! મઠમાં જે બાબતે ગૂઢ રાખવામાં આવે છે કે અજ્ઞાત રાખવામાં આવે છે, તે તરફ વિચારો સૌથી પહેલા વળે છે. ત્યાં હૃદયને બહાર ઊભરાવાની પરવાનગી ન હોવાથી પોતાની અંદર જ નીક ખેદવી પડે છે; અને વિસ્તાર શક્ય ન હોવાથી ઊંડાણ સાધવું પડે છે. પરિણામે આભાસે, રોમાંચક કલ્પનાએ, સાહસ આચરવા માટેની વૃત્તિઓ અને વિચિત્ર પ્રકારની બનાવટો વગેરે માટે મનના અંધારખૂણામાં કેવી કેવી પ્રવૃત્તિ ચાલતી રહે છે! બહાર ખુલ્લામાં જે સહેજે ન કરત, તે અંદરના અંધારામાં સો ગણા જોરથી કરાય છે.
કૌસેટ રૂ લુમેટમાં આવી ત્યારે એક બાળક જેવી હતી. જીન વાલજીને તેને એક વણખેડ્યો બગીચે આપ્યો. “તારી મરજીમાં આવે તેમ આ બગીચામાં કર.” એમ તેણે કહ્યું. કૉસેટ રાજી રાજી થઈ ગઈ. તે બાગને ખૂણે ખૂણે ફરી વળી. એકેએક વેલ, એકેએક છોડ, એકેએક ઝાડ જોઈ વળી; તથા બધાં ફૂલો સાથે વાતો કરી આવી.
તે પોતાના બાપુને – જીન વાલજીનને – પૂરેપૂરા અંતરથી ચાહતી. ન વાલજીનને – મ. મેડલીનને વાંચવાને ઘણો શોખ હતો, અને અહીં પણ તે શોખ ચાલુ હતે. વાચનને લીધે તેની વાત કરવાની – સમજાવવાની શક્તિ પણ વધી હતી. તે દરેક બાબતની લાંબી લાંબી સમજૂતી કૉસેટને આપતે અને કૉસેટ પણ તે ધ્યાનપૂર્વક સાંભળતી.
કૉસેટ થોડી થોડી વારે દેડતી તેના બાપુજી પાસે જ આવતી. જ્યાં બાપુજી હતા ત્યાં જ તેનું સર્વસ્વ હતું. તે જીન વાલજીનના એારડાની કંગાલિયતથી બહુ ચિડાતી. તે કહેતી, “બાપુ, અહીં તો મને બહુ ઠંડું લાગે છે. તમે એક શેતરંજી કેમ નથી બિછાવતા અને સગડી કેમ નથી રાખવા દેતા ?'
બેટા, ઘણા લોકોને મારા જેવું માથે ઘપર પણ મળતું નથી.” “તે પછી હું શા માટે સગડી અને બીજી સગવડ રાખું?” “કારણ કે તે સ્ત્રી છે અને બાળક છે.”
તે હવે હું અહીં જ વધારે વખત રહીશ, જેથી તમારે અહીં પણ સગઢ રાખવી જ પડે.”
બીજે વખતે તેણે તકરાર માંડી, “બાપુ, તમે શા માટે કાળી રોટી ખાઓ છો?”
“કારણ શું, એમ જ વળી, બેટા!”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org