________________
૨૮૮
લે અિંરાઇલ તે તમે કાળી રોટી ખાઓ છો તે હું પણ હવે કાળી જ રીટી ખાઈશ.”
પરિણામે જીન વાલજીનને પણ ધોળી રોટી ખાવાનું શરૂ કરવું પડયું. કૉસેટને પિતાના બચપણનાં બહુ ઝાંખાં સ્મરણે હતાં. રોજ સવાર-સાંજ તે પોતાની માતા માટે પ્રાર્થના કરતી; જોકે તેની તેને બિલકુલ યાદ ન હતી. થેનારડિયર કટુંબ તેને કેવળ ભયંકર આભાસ જેવું યાદ રહ્યું હતું. પિતાને એક અંધારી રાતે દૂર કયાંક પાણી ભરવા મોકલી હતી એવું તેને યાદ હતું. સ્પષ્ટ યાદ તો એટલું જ હતું કે, તેનું જીવન અંધારી ખાઈમાં શરૂ થયું હતું અને જીન વાલજીને તેને તેમાંથી બહાર ખેંચી લાવ્યો હતો.
ઘણી વાર તે જીન વાલજીનના ધોળા વાળ ઉપર પિતાના ગાલ મૂકી પડી રહેતી અને ગુપચુપ આંસુ સારતી સારતી વિચાર કરતી, “આ જ મારી મા છે; આ માણસ જ.”
કોઈ કોઈ વાર તે પોતાની માનું નામ જીન વાલજીનને પૂછતી. તે - ચુપ રહેતો. એ વધુ આગ્રહ કરતી, તો જીન વાલજીન માત્ર ધીમું હસી. દેતે. એક વાર તેણે વધુ જોરથી આગ્રહ કર્યો. ત્યારે જીન વાલજીનનું હાસ્ય આંસુમાં પરિણમ્યું.
એક વાર કૉસેટે તેને કહ્યું, “બાપુ ગઈ કાલે મેં મારી માને સ્વપ્નામાં જોઈ. તેને બે પાંખો હતી. જીવન દરમ્યાન તે જરૂર દેવવાણું પામી હશે.”
“શહીદી દ્વારા,” જીન વાલજીને ગંભીરતાથી જવાબ આપ્યો.
કૉસેટ જ્યારે ફરવા જતી ત્યારે પિતાના પૂરા અંતરથી, હર્ષપૂર્ણ થઈ, અભિમાનપૂર્વક પોતાના બાપુના હાથને અઠીંગીને ચાલતી. જીન વાલજીને તેના ભાવપૂર્ણ હૃદયની આ નિષ્ઠા અનુભવીને ગળગળો થઈ જતો. તે કહે, “પ્રભુ, આટલું બધું સુખ ભોગવવા લાયક થવા માટે મેં કાંઈ જ કર્યું નથી.”
ધીમે ધીમે કોસેટનો ચહેરો ખૂલતો ગયો. તેનું શરીર પણ જુદી જાતના તેજથી ઝગમગ થવા લાગ્યું. કૉસેટનું પોતાનું ધ્યાન પણ તે તરફ ગયા વિના રહ્યું નહિ. તે દિવસે શરમાઈને તેણે અરીસે ઉલટાવી નાખ્યો. પણ થોડા દિવસ બાદ પોતે જ કતરાતી આંખે તેને સીધો કર્યો, અને પછી પિતાના પોશાકમાં, સુસજજતામાં જ્યાં જ્યાં ઊણપ લાગી, ત્યાં ત્યાં પોતાની મેળે સુધારો શરૂ કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org