________________
વાગ્યાં હોય તે જાણે! જીન વાલજીનનું લક્ષ એ તરફ ગયા વિના રહ્યું નહિ. કોસેટને જો મા હોત, તો તે તરત આ ફેરફાર સમજી જાત અને રાજી થાત. જીન વાલજીન મા ન હતા, એટલે આ ફેરફાર જોઈને ચોંકી ઊઠ્યો.
ધીમે ધીમે કૉસેટ પાછલા વાડા કરતાં સળિયાવાળા દરવાજા આગળ બગીચામાં વધારે રહેવા લાગી. સુંદર ચહેરો અને સુંદર પિશાક હોય અને જો તેને બહાર બીજાઓને બતાવવાનો ન હોય, તે તેને શો ઉપયોગ! - જે વખતે આ ફેરફાર કોસેટના જીવનમાં થવા લાગ્યો હતો, એ અરસામાં જ, છ મહિનાના ગાળા બાદ, લક્ષમબર્ગના બગીચામાં મેરિયસે કૉલેટને ફરી જોઈ.
વાગ્યાં હોય તે જાણે !
કૉસેટ અને મેરિયસ બંને પોતપોતાના એકાંત અલગપણામાં હવે પલી ચંપાવા માટે તૈયાર થઈ રહ્યાં હતાં. ભવિતવ્યતા પિતાના ગૂઢ અને ઘાતક ધર્યથી એ બે પ્રાણીઓને ધીમે ધીમે પાસે લાવી રહી હતી. વિદ્ય તથી છલોછલ ભરેલાં બે વાદળ હવે એક ઝબકારામાં ભેગાં થાય, તેમ આ બંને પણ એક જ નજરના ઝબકારામાં ભેગાં થવાનાં હતાં, અને કડાકો થવાને
હતો.
એ “નજરને પ્રશંસે કે નિંદે; પણ પ્રેમની શરૂઆત એ એક નજરમાંથી જ થાય છે, એ હકીકત છે. પછીનું બધું પછી આવે છે. નજર દ્વારા જે તરખે એકબીજાને ચંપાય છે, એના કરતાં વધુ વાસ્તવિક બીજું કશું નથી.
કૉસેટે અજાણપણે એ જાતની નજરથી મેરિયસને જે તણખો ચાંપી દીધે, તે જ તણખે મેરિયસે પણ કૉસેટને ચાંપી દીધું હતું, તેની મેરિયસને કલ્પના સુધ્ધાં ન હતી કૉસેટને પણ મેરિયસ પાસેથી એ જ કારી ઘા અને એ આશીર્વાદ એકસાથે પ્રાપ્ત થયાં હતાં.
કોસેટ ઘણા વખતથી મેરિયસને જોતી આવી હતી; તથા જુવાન છોકરીઓ આવું જોઈને જે રીતે નિરીક્ષણ કરે છે, તે રીતે નિરીક્ષણ કરતી થઈ હતી. મેરિયસ હજી કૉસેટને સુકલકડી તથા કદરૂપી જ માનતે હતે; ત્યારે કૉસેટ કયારની મેરિયસને સુંદર – મનહર જોતી થઈ ગઈ હતી. તેને લે મિ0 – ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org