________________
૨૯૦
લે મિરાગ્લ ચહેરો, તેને અવાજ, તેની ચાલ, ટૂંકમાં તે આખે તેને ભવ્ય, નમ્ર, સ્વાભાવિક અને ગૌરવવાન લાગતો હતે.
જે દિવસે તેમની નજર અરસપરસ મળી અને બન્નેને એકસરખું કાંઈક ભણાવી ગઈ, તે દિવસે રાતે કંઈક ગમગીનીમાં સૂતા પછી વહેલી સવારે ઊઠતાં જ કોસેટને તે ભલા સુંદર જુવાનની યાદ આવી. અને તે - દિવસે જ્યારે સાંજના ફરવા ગયાં ત્યારે તેની નજર તે જુવાન માટે આતુરતાથી રાહ જોવા લાગી. પણ – પણ, રોજને ઠંડે, બેદરકાર જુવાન, આજે તેની તરફ પણ આટલી આતુરતાથી, આટલી અપેક્ષાથી કેમ જોતે હતો? તરત જ કૉસેટ લડાઈ માટે તત્પર થઈ ગઈ. આટલા દિવસ, જાણે કશી પરવા જ ન હોય, એ દેખાવ ભાઈસાહેબ શાના રાખતા હતા?
સ્ત્રીને સ્વાભાવિક રીતે જ ખબર પડી જાય છે કે, અમુક જણ ઉપર ઉગામી શકાય તેવું હથિયાર તેની પાસે છે. અને બાળક પોતાના હાથમાં આવેલા ચપુ વડે જેમ ખેલે, તેમ જુવાન છોકરીએ, તેને ઉપયોગ પોતાના પ્રથમ શિકાર ઉપર કરવા માંડે છે!
પણ છતાં મેરિયસ હજુ પાસે આવવા, સામે ધસી આવવા આનાકાની કરતો હતો. એ વસ્તુથી કૉસેટની બધી લડાયક તૈયારીઓ ધીમે ધીમે ઠંડી પડી ગઈ. અને એક દિવસ તે જ જીન વાલજીનને કહેવા લાગી, “બાપુ, ચાલોને આપણે એ તરફ થોડુંક ફરીએ.” મેરિયસ સામે ન આવ્યો એટલે કૉસેટને સામે જવું પડયું. અને આ જગાએ એક વાત કહી દઈએ કે, જુવાન પુરુષમાં સાચા પ્રેમનું લક્ષણ બીક – શરમ હોય છે, ત્યારે જુવાન સ્ત્રીમાં પ્રેમનું પ્રથમ લક્ષણ ધૃષ્ટતા હોય છે. અને એમાં નવાઈ પામવા જેવું કશું નથી. એકરૂપ થવા માટેની આ તૈયારીમાં એક જાતિ બીજી જાતિના ગુણો ધારણ કરતી થાય છે– દાખવતી હોય છે.
તે દિવસે કોસેટની નજરે મેરિયસને ગાંડો બનાવી દીધા, તે મેરિયસની નજરે કૉસેટને ધ્રુજાવી દીધી. મેરિયસ તેથી વિશ્વાસ મેળવીને ગયો, ત્યારે કોસેટ ચિંતાતુર બનીને. તે દિવસથી માંડીને બન્ને એકબીજાને પૂજવા લાગ્યાં. સાચા પ્રેમનું પ્રથમ સ્વરૂપ ભક્તિ હોય છે.
કૉસેટ પ્રેમ શું છે તે જાણતી જ ન હતી. મઠમાં એ શબ્દ કોઈને કાને ન પડી જાય એની ખાસ કાળજી રખાતી. પરંતુ અજાણપણામાં જ એ ભાવ તે અનુભવતી થઈ, એટલે જ એ ભાવ વધુ તીવ્રતાથી એના ઉપર આરૂઢ થયો. એમ કરવું સારું કે ખોટું, એ અવસ્થંભાવી હતું કે આકસ્મિક, કાયમી હતું કે ક્ષણિક, વિહિત હતું કે નિષિદ્ધ, એય તે જાણતી ન હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org