________________
લુમેટમાં દુનિયી બહાર બીજી દુનિયા તે બંને માટે હતી જ નહિ. મઠમાં જ તે પોતે બુટ્ટો થવાને હતો અને ત્યાં જ કૉસેટ પણ મોટી થવાની હતી. ત્યાં જ છેવટે તે મૃત્યુ પામવાને હતો અને ત્યાં જ કૉસેટ પણ બુઠ્ઠી થવાની હતી. કૉસેટ તેની જ હતી અને મરતા સુધી તેને વયોગ કોઈ કારણે સંભવી શકે તેમ નહોતું. આ
. પરંતુ ધીમે ધીમે તેના મનમાં મુંઝવણે પેદા થવા લાગી. તે પોતાની જાતને પૂછતો: આ બધું સુખ તેનું પોતાનું જ છે? આ સુખને મોટે ભાગ બીજા એક બાળકના સુખને બનેલો નથી? અને એ બાળકના સુખને પિતે – એક ઘરડા માણસે – પડાવી લીધેલું ન કહેવાય? શું આ બાળકને સાધ્વી બની જીવન ત્યાગતા પહેલાં જીવનને ભણવાને હક નહોતો? તેને જીવનની બધી કસોટીઓમાંથી ઉગારી લેવાને બહાને તેનો મત જાણ્યા વિના, તેને બધાં સુખથી વંચિત કરવી, અને તેના અજ્ઞાનનો અને તેની નિરાધારતાને ગેરલાભ લઈ તેને જીવનની એક કૃત્રિમ ઘરેડમાં નાખી દેવી, એ શું માનવ પ્રાણી પ્રત્યે કે ઈશ્વર પ્રત્યે ગુનો આચર્યો ન કહેવાય? અને કોણ જાણે, ભવિષ્યમાં સાધ્વી થયા પછી કૉસેટ જયારે સમજણી થાય, ત્યારે પિતાને એવી ઘરેડમાં પરાણે નાખી દેનાર તરીકે મને તે ધિક્કારવા નહિ લાગે?
બસ, તેણે મઠ છોડવાનો નિર્ણય કરી લીધો. પાંચ વર્ષ એ મઠની દીવાલો પાછળ ગુપ્તવાસે રહેવાથી બહાર હવે તેને પકડાઈ જવાને ભય રહ્યો નહોતે, તે ઘરડો થયો હતો અને ઘણે બદલાઈ ગયો હતો. તેને હવે કોણ ઓળખી શકવાનું હતું? અને જોખમ હોય તે તેને પિતાને માથે હતું. પણ પિતાને માથે લશ્કરી વહાણ ઉપર કેદી – ગુલામ થવાનું જોખમ હતું, તેટલા માટે ફૂલ જેવી કૉસેટને હેબેશને માટે મઠના કઠોર જીવનમાં રૂંધી છે દેવાય?
કૉસેટની કેળવણી પણ હવે પૂરી થઈ જવા આવી હતી; અને જીન વાલજીન મઠમાંથી જવાની તક જ શોધી રહ્યો હતો. એ તક પણ આવી મળી : બુઢ્ઢો ફોશલ મરણ પામ્યો. જીન વાલજીને તરત અધ્યક્ષ માતાની મુલાકાત માગી. પોતાને ભાઈ મરણ પામવાથી પિતાને બે વાર મળવાને થયો છે, એટલે હવે મઠમાં નોકરી કરવાનું કારણ રહ્યું નથી, માટે તેને રજા આપવામાં આવે, એવી તેણે વિનંતી કરી. પિતાની પુત્રીને પણ તે સાથે જે લઈ જવા માગે છે અને તે સાધ્વી થવાની ન હોવાથી, પાંચ વર્ષની તેની કેળવણીના ખર્ચ પેટે તે ૫૦૦૦ ફ્રાંકની રકમ મઠને આપશે, એમ પણ તેણે જણાવ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org