________________
લે મિઝરાઇલ્ડ બાળક અને તેની આયાને સંતાડી શકાય. મુખ્ય મકાનની પછીતે એક ઢંકાયેલું બારણું હતું. એ બારણા આગળથી એક લાંબી નેળ શરૂ થઈ, વાંકીચૂંકી – નીચીઊંચી થતી દૂર જતી. એ નળની બંને બાજુ સમાન ઊંચાઈની દીવાલો જ હતી; પણ આકાશ તરફ એ નળ ખુલ્લી હતી. ગમે ત્યાંથી જોનારને એમ જ લાગે કે એક જ દીવાલો વચ્ચે છે. પરંતુ આકાશમાં ઊડતાં પંખીઓ જ જોઈ શકે કે એ તે બે દીવાલો છે, અને વચ્ચે પથ્થર જડેલે રસ્તે છે. એ વઢો જુદાં જુદાં ખેતરમાં થઈને એવી રીતે લંબાવેલ હતો કે જેથી તેને છેડો તદ્દન જુદા લત્તામાં – રૂ દ બાબિલોનમાં – આવે ત્યાં પણ એક ઢંકાયેલું બારણું હતું. એ ભાગમાં કશી વસ્તી ન હતી.
આ તો થઈ બહુ પહેલાંની વાત. પછી તો એ મકાન પડતર જેવું અને એ બગીચ જંગલ જેવો થઈ ગયો. કેટલાય દિવસ તેની બહાર ભાડે આપવાની કે વેચાણ આપવાની નોટિસે લટકતી દેખાતી. એ નોટિસે પણ કેટલીય વાર જૂની થઈ ફાટી જતી અથવા વંચાય તેવી ન રહેતી.
પણ ૧૮૨૦ના ઑકટોબર મહિનામાં આધેડ ઉંમરને એક માણસ ત્યાં આવ્યો અને વંઢા સાથેને આખે ભાગ ભાડે રાખી ગયો. તેણે એ મેળવાળા રસ્તાની બંને બારણાં સમાવી લીધાં, અને મકાનમાં પણ પગથિયાં, ફરસ, વગેરેનું સમારકામ કરાવી દીધું. અને તે પોતે એક જુવાન છોકરી અને એક બુઝી નેકરી સાથે ત્યાં રહેવા પણ આવી ગયો. પડોશીઓમાં એ અંગે કશી વાતચીત કે ટીકાટિપ્પણ ન થયાં; કારણ કે એ મકાનને પડેલી જ ન હતા!
વાચક સમજી જ ગયો હશે કૈ, એ મકાન ભાડે રાખનાર જીન વાલજીના જ હશે. સાથેની છોકરી તે કૉસેટ હતી અને બુટ્ટી નોકરડી તે ટુ ડેસી હતી. તેને ઇાિલમાંથી અને સંકટમાંથી જીન વાલજીને બચાવી લીધી હતી, તથા તે તતડી અને ગામડાની હતી એ ત્રણ કારણોએ પોતાને ત્યાં તેણે કામે રાખી લીધી હતી. એ ઘર તેણે ઍર ફેશલ નામથી ભાડે રાખ્યું હતું.
. પી–નો મક જીન લાલજીને શા માટે છોડ્યો હતે? નવું શું બન્યું હતું? - નવું કશું જ બન્યું નહોતું. જીન વાલજીન એ મઠમાં બરાબર ગોઠવાઈ ગયા હતા અને ઘણા સુખી હતો. તે કૉસેટને સેજ જો, તથા તેના પ્રત્યે પોતાના અંતરમાં વાત્સલ્યનો ઉછાળો રોજ વધતો જતો અનુભવતે. કૉસેટ સાધ્વી થવા માટેની જ કેળવણી પામી રહી હતી. હવે આ મકની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org