________________
હું કઈક ઈનામ માગી શકું?
૩૦ પછી જેટલી બાટલીઓ મળી તે બધી પણ પહેલે માળે દાર પાસે ગોઠવવામાં આવી. પાછા હઠતાં હઠતાં જ્યારે બળવાખોરો ઉપરને માથે આવી જાય. ત્યારે દાદરને કુહાડી વડે કાપી નાખવાનો હતો, અને નીચે આવેલા સૈનિકો ઉપર એ બાટલીઓ વરસાવવાની હતી.
પછી તેઓએ નીચલા માળની બારીને પાછળ આડ વગેરે મૂકી સજજડ કરી દીધી. અને બારણા આગળનો લોખંડનો આગળિયો પકડી એક જણ તૈયાર ઊભો રહ્યો. પાછા હઠતાં હતાં બધાએ મકાનમાં દાખલ થઈ જવાનું હતું, અને પછી બારણું બંધ કરી, એ આગ ચડાવી દેવાનું હતું. એક એક ઇંચ જગા માટે તથા એક એક જિંદગી માટે પણ ભારે ભાગ લેવાને હતે. દરેકનું મોત એક એક ઈતિહાસ બને, એવી દરેકની તૈયારી હતી અને દરેકને સૂચના પણ હતી. આ સોદાગરો પોતાનું જીવન ભારે કિંમતે વેચીને સોદો કરવા માગતા હતા!
એલરસે કહ્યું, “મેરિયસ, આખરી લડાઈના આપણે બે સેનાપતિ છીએ. હું મોરચાની અંદરના હુકમ આપીશ; તું મોરચાની ઉપરના.”
મેરિયસ મોરચાની ટોચ આગળ ઊભો રહી, સામે ધસી આવતા શ્કરને નિહાળી રહ્યો.
બધા ઘાયલ થયેલાઓને રસોડામાં ભરી, બારણું બંધ કરવામાં આવ્યું, જેનો તેના ઉપર છૂટીછવાઈ ગોળીઓ ન પડે.
પહેલા માળવાળાઓ કુહાઓ તૈયાર રાખે, દુમને ઉપર ન આવે જે રીતે દાદરો તોડી પાડવાને; કુહાડીઓ તૈયાર?”
ફયુલીએ સી વતી જવાબ આપ્યો, “હા.” “કેટલી કુહાડીઓ છે?” “બે કુહાડીઓ, અને એક વાંસી.” “ઠીક; હવે છવીસ માણસો બાકી રહ્યા; બંદૂકો કેટલી છે?” “ચોત્રીસ.”
આઠ બંદૂકો વધુ છે; તે ભરીને તૈયાર રાખવી. દરેકના કમરપટે તમંચા રહને તરવા તૈયાર રાખે. વીસ માણસો મરચા ઉપર જઈને ઊભા રહે. છ જણા બારીઓ આગળ બંદૂકોનાં મોં છુપાવીને ઊભા રહો. ઉપરથી ગોળીઓ વરસાવ્યા જ કરવી. પરંતુ એક પણ ગોળી નકામી ન જાય !”
આ બધી તૈયારીઓ પૂરી થઈ એટલે તે જાવર્ટ તરફ ફર્યો અને બોલ્યો, “ તને ભૂલી નહિ જાઉં.” લે મ0- ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org