________________
લે મિઝરાન્સ પછી ટેબલ ઉપર એક પિસ્તોલ મૂકીને તેણે કહ્યું, “આ ઓરડામાંથી જે છેલ્લે બહાર નીકળે, તે આ જાસૂસની પરી ઉડાવી દે.”
અહીંયાં જ?” એક અવાજે પૂછયું.
“ના, ના, તેનું મડદું આપણાં મડદાં ભેગું ન રહેવું જોઈએ. નાના મોરચાની ઉપર ચડી, તેને બહાર લઈ જઈ, તેનું માથું ઉડાવી દેવું.”
આ ઘડીએ જીન વાલજીન આગળ આવ્યો. “તમે સેનાપતિ છો?” “હા.” “તમે હમણાં મને શાબાશી આપી હતી?”
“લકતંત્રને નામે! આ મોરચાના બે રક્ષણહાર છે : એક મેરિયસ પિન્ટમસ, અને બીજા તમે.”
“હું કંઈક ઇનામ માગી શકે”
અલબત્ત.” “હું ઈનામ માગું છું.” “શું?” “આ માણસની ખોપરી હું મારે હાથે ઉડાવી દેવા માગું છું.”
જાવર્ટે માથું ઊંચું કર્યું, અને પછી થોડું હલાવીને ધીમે અવાજે બોલ્યો, “ તને એ જ છાજે!” * એન્જોલરસ હવે બંદૂક ભરવાને કામે લાગી ગયો હતો. તેણે તરત પરવાનગી આપી દીધી.
જીન વાલજીને પેલી પિસ્તોલ ઉપાડીને તેનો ઘેડ ચડાવ્યું. તે જ ક્ષણે મેરિયસે મોરચા ઉપરથી બૂમ પાડી, “બધા દોડી આવો.” રણશીંગો અને પડઘમના અવાજ સાથે હુમલો શરૂ થયો હતે.
વર્ટ ધીમેથી હસીને બોલ્યો, “થોડા વખતમાં જ કબરમાં ફરી મળીએ ત્યાં સુધીને માટે સૌને વિદાય!”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org