________________
:
" -
૭૮૪
લે સિરા લાવ્યો હતો, હું તેના છોકરાને મરે ઉપાડી લાવું છું.” મેરિયસને એ વિચાર આવ્યા વિના ન રહ્યો.
પરંતુ મેરિયસ ગેવોને ઉપાડવા નીચે નમ્યો હતે, તે જ વખતે એક ગાળી તેની ખાપરીને ઘસાઈને પસાર થઈ ગઈ હતી. તેનું મોં લોહીલુહાણ થઈ ગયું.
કોર્સે કે પોતાને ગળપટો કાઢી મેરિયસના કપાળે તાણી બાંધ્યો.
ગેત્રોચને મેબેફ મહાશયની સાથે જ ટેબલ ઉપર સુવાડવામાં આવ્યો. પેલી કાળી શાલને પહોળી કરી બંને ઉપર ઢાંકવામાં આવી,
કોમ્બીફેરે ટપલીમાંની કારતૂસે બધાને વહેંચી આપી; દરેકને ભાગે પંદર કારતૂસે આવી.
જીન વાલજીનને જ્યારે તેના ભાગની પંદર કારતુસ આપવામાં આવી, ત્યારે તેણે માથું હલાવીને લેવાની ના પાડી.
કોમ્બીફે એ જોઈ એ જોલરસના કાનમાં ધીમેથી કહ્યું, “આ ખરો ધની માણસ છે; મોરચામાં આવ્યો છે, પણ સીધી લડાઈમાં ભાગ જરાય લેતા નથી.”
“પણ તેથી મોરચાનું રક્ષણ કરવામાં તેને આંચ આવતી નથી!” એલરસે કહ્યું.
“મેફ બાપુ ઢાલની એક બાજુ છે, તે આ તેની બીજી બાજુ છે!” કર્ફોરાકે ઉમેર્યું.
અચાનક દૂરના ઘડિયાળના ટકોરા બંદૂકના બે ભડાકા વચ્ચે સંભળાયો.
“બપોર થયા.” કેમ્બ્રીફેરે જાહેર કર્યું.
એન્જોલરસ આગેકૂચની હિલચાલને કશો અવાજ સાંભળી એકદમ કુદકો મારીને ઊભા થઈ ગયો. તેણે રસ્તાની ફરસનાં થોડાં ગચિયાં વીશીના મકાનમાં દરેક બારી આગળ લઈ જવા હુકમ કર્યો.
પલટણના સૈનિકોની આખી ટુકડી હવે છેલ્લો પસાર કરવા આવી રહી હતી. આગળ મોરચાને તેડનારા હતા, પાછળ ઉપર ચડનારા હતા; ટૂંકમાં આખું લશ્કર વિધિસર ચડી આવ્યું હતું.
એન્જોલરસના હુકમને બરાબર સત્વર અમલ થઈ ગયો હતો. દરેક માળે પથ્થરની થોડી થોડી શિલાઓ ચડાવી દેવામાં આવી. એ શિલાઓ બારી આગળ ગોઠવી દેવામાં આવી, જેથી વખત આવ્યે ઉપરથી નીચેના માણસેના ટોળા ઉપર ગબડાવી શકાય!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org