________________
લે મિરાણલ બધા જ્યારે મોરચા ઉપર ગોઠવાયા હતા, ત્યારે મેબોફ બાપુ બે હાથમાં લમણા ગોઠવી જાવર્ટ પાસે ઘેનમાં પડવા હોય તેમ બેસી રહ્યા હતા. પછી પલટણને પહેલો ગોળીબાર થતાં જ તે જાણે જાગી ઊઠયા હોય તેમ ઊભા થઈ ગયા હતા. પછી એmોલરસે જ્યારે વાવટે ચડાવવા કણ મરચા ઉપર ચડે છે, એ પ્રશ્ન બીજી વાર પૂછયો, તેની સાથે જ તે સીધા એલરસ પાસે ગયા અને તેના હાથમાંથી વાવટો ખેંચી લઈ ધીમે ધીમે મોરચા ઉપર પગ બેઠવતા ગઠવતા ઉપર ચડ્યા. - મોરચાને ટેકરે પહોંચી તે ટટાર ઊભા રહ્યા. તેની સાથે જ સૌનાં હદય ઉપર એક પ્રકારની શીતળતા ચંપાઈ ગઈ. તેમણે હાથમાંને ધ્વજ હવે ફરકાવીને બૂમ પાડી, “ક્રાંતિ ઝિંદાબાદ! ભ્રાતૃભાવ, સમાનતા અને મૃત્યુને જય !”
પલટણના અફસરને તરત જ અવાજ આવ્યો : “કોણ છે? જવાબ આપો.”
મેબોફ બાપુ તરત હાથમાંને ધ્વજ ફરકાવીને બોલ્યા : “ક્રાંતિ ઝિંદાબાદ!” “ફાયર!” અફસરને હુકમ છૂટ્યો.
તરત જ મેબોફ મહાશય આખા શરીરે ચાળણીની પેઠે વીંધાઈ જઈ લાકડાના યૂણકાની પેઠે મોરચાની અંદર ગબડી પડયા. તેમના હાથમાંથી વાવટો પણ ગબડી પડયો.
એન્જોલરસે તરત મોરચાના માણસોને સંબોધીને કહ્યું, “ નાગરિકો ! આ વૃદ્ધ સજજન દીધુ ઉપયોગી જીવન ગાળીને ભવ્ય મૃત્યુને વર્યા છે. તેમણે પિતાના દાખલાથી આપણ જુવાનોને સંદેશ આપ્યો છે. આપણે હવે તેમના શબનું આપણા જીવતા પિતાની પેઠે સંરક્ષણ કરીશું, અને આપણાં શબો ઉપર પગ મૂકીને જ દુશમન તેમના શબને કબજો લેવા જઈ શકશે.”
પછી પ્રેસાના કપાળને હળવેથી ઊંચું કરીને એલરસે ચુંબન કર્યું અને તેમને કાણાં કાણાં થઈ ગયેલો અને લોહી ટપકતે ડગલ કાઢીને તેણે ઊંચે કર્યો અને કહ્યું, “હવે આ આપણે વજ બને છે.”
છ જણાએ હવે પોતાની બંદૂક આડી પકડીને ઠાઠડી બનાવી તેને ઉપર મેબેફ મહાશયનું શબ પધરાવવામાં આવ્યું. હુશેલૂપ બાનુની એક લાંબી કાળી શાલ તેના ઉપર ઓઢાડવામાં આવી. પછી ખુલ્લે માથે તેમની શબયાત્રા કાઢી, પીઠાના મકાનમાં લઈ જઈ, એક મોટા ટેબલ ઉપર તે શબને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org