________________
લે ચિરાથG તે હવે તેમણે સગડીમાં નાખી દીધી. એકદમ ભડકો થયો. ઝોયણી બળી રહેતાં તેમાંથી કશુંક ગબીને રાખમાં ચમકવા લાગ્યું. તે પેલા નાના જર્વેનો બે ફ્રાંકને સિક્કો હતે. એ બધું આમ હંમેશને માટે લુપ્ત થતું જોઈ તેમને કાંઈક સંતોષ થશે. અચાનક તેમની નજર રૂપાની બે દીવાદાનીઓ ઉપર પડી. બિશપનાં ચાંદીના વાસણે તેમણે વેચી કાઢયાં હતાં અને તે મૂડીમાંથી જ વેપાર શરૂ કર્યો હતો. પરંતુ દીવાદાનીઓ તે પવિત્ર સંભારણા તરીકે રાખી મૂકી હતી. એ સંભારણું પણ હવે ન રહેવું જોઈએ એમ વિચારી, તેમણે તેમને પણ સગડીમાં ફેંકી દીધી. તે કાંઈ બળે એવી ચીજ તે ન હતી; પણ ઓગળીને ઓળખી ન શકાય તેવો ગદ્દો બની જાય ખરી.
તે વખતે જ અચાનક તેમના અંતરમાં એક કાર અવાજ ઊઠયો, અને તેમના માથાના વાળ પણ ઊભા થઈ ગયા.
ઠીક છે; બધું ખતમ કર! દીવાદાનીઓનો પણ નાશ કર! બિશપ સાહેબને ભૂલી જા ! બધું જ ભૂલી જા ! પેલા ચેપમેથ્યને પણ બરબાદ થવા દે. હું તે એક પ્રમાણિક માણસ તરીકે, નગરપતિ તરીકે, માનવંત અને માનનીય માણસ તરીકે શહેરની અને તારી સંપત્તિને વધારતે રહેજે; દુ:ખીદરિદ્રોને મદદ કરજે; અનાથને ઉછેરજે; અને સુખે સદાચારી અને યશસ્વી જીવન ગુજારજે. પરંતુ, ખબરદાર જીન વાલજી તારી આસપાસ અનેક અવાજો શોરબકોર કરતા, તને સમજાવતા તથા આશિષ આપતા હશે, છતાં એક અવાજ એવો હશે કે જે બીજો કોઈ નહિ સાંભળતો હોય, પણ તને શાપ આપતો હશે. સાંભળ, દુષ્ટ માણસ ! તને બહારથી મળતા આશીવદ તે સ્વર્ગે પહોંચતા પહેલાં પૃથ્વી ઉપર ખરી પડશે; પરંતુ પેલો શાપ જ તારી સાથે ઈશ્વરના દરબાર સુધી આવશે !”
મે. મેડલીન ચમકીને આ અવાજ કયાંથી આવ્યો તે જોવા આસપાસ નજર કરવા લાગ્યા. પછી થોડું હસીને બોલ્યા, “હું કે મૂર્ખ છું! અહીં કેઈ નથી.”
પરંતુ ખરેખર ત્યાં કોઈક હતું; જોકે તેને માનવ આંખ જોઈ શકે તેમ નહોતું. મ. મેડલીને પેલી દીવાદાનીઓ સગડીમાંથી ઉપાડી લીધી અને પાછી અભરાઈ ઉપર ગોઠવી દીધી. પછી ગમગીન પણે ઓરડીમાં આંટા મારવા શરૂ કર્યા.
ઘડિયાળમાં ત્રણના ટકોરા પડયા, ત્યારે પણ તે આંટા જ મારતા હતા. હવે તે ખુરશીમાં આડા પડયા, અને તેમની આંખ જરા મીંચાઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org