________________
ઘડભાંજ પોતાના જૂના જીવનની ભસ્મમાંથી નવું યશસ્વી અને પવિત્ર જીવન ઘડવા માટે તે સતત કર્યા કરતા હતા. પરંતુ કોણ જાણે ક્યાંથી, પેલું જૂનું નામ અને તેનાં કરતૂતે ફરી પાછાં ભૂતકાળનો ગાઢ અંધાર-પડદો ચીરીને તેમની પાછળ પાછળ ચાલી આવ્યાં હતાં અને તેમના નવા નામને તેમ જ નવા પુરુષાર્થને મિટાવી દઈ, તેમને ફરી પાછા શરમ અને વેદનાભરી કાળી ગુલામીમાં હંમેશ માટે ધકેલી દેવા તત્પર થયાં હતાં.
– જો કે આ વખતે ઈશ્વરે જ જાણે તેમની મદદે ચડી, પેલી કઠોર અવિચારી ભવિતવ્યતાને વિફળ બનાવવા, અફાટ માનવ મહાસાગરમાંથી, તેમના જ આકારવાળા એક ચૅપમેક્યુને ખેંચી આપ્યો હતો.
પણ, પણ – તેમનાં ખરાં નામ અને ચરિતની સજા બીજા એક નિર્દોષ માણસ ઉપર પોતાની જાણમાં જ પડવા દેવાથી ઈશ્વર પ્રસન્ન રહે ખરો? આખી સૃષ્ટિના અધિપતિને મન તેમના આ વૈભવની કે તે દ્વારા થતી યત્કિચિત્ સેવાની શી કિંમત હોઈ શકે જો દરમ્યાન તે પિતાને અંતરાત્મા ગુમાવતા હોય? તે પરમ પિતાને મન અંતરાત્માને ઘાત જ સૌથી વધુ કારમી ચીજ હોય!
અચાનક તેમના વિચારે પલટો લીધે. તેમને ફેન્ટાઈન અને કૉસેટનો વિચાર આવ્યો. તે પોતે ભલે ફરીથી વહાણ ઉપરની જન્મકેદમાં પાછા ધકેલાઈ જાય; પણ આ શહેરનો ઉદ્યોગ બંધ થતાં કંગાલિયત અને દારિદ્યને પરિણામે બીજી કેટલીય ફેન્ટાઇને સરજાય તેનું શું? પોતાના અંતરનો થોડો ડંખ જીવનભર સહન કરી લઈને પણ, મરવા પડેલી ફેન્ટાઇન અને ભવિષ્યની બીજી ફેન્ટાઇનેને બચાવી લેવી એ જ વધુ યોગ્ય નથી ? અંતે એ વિચાર જ તેમના ડગમગતા અંતરમાં સ્થિર થવા લાગ્યો. તેમનું જૂનું નામ અને તેની સજા વહોરીને ચૂંપડ્યુ જીવનભર વહાણ ઉપર ચાલ્યો જાય, ત્યાર બાદ આ તરફ જીન વાલજીન સાથેની પિતાની બધી પૂર્વમૃતિઓ અને સંબંધોને કાયમનાં ભૂસી કાઢવા માટે, વેલબુટ્ટાના રંગીન કાગળથી મઢેલી પોતાની સૂવાના ઓરડાની ભીંતમાં તેમણે ઉતાવળે એક ઠેકાણે ચાવી ખોસીને ફેરવી. તરત એક બારણું ઊઘડ્યું; અંદર એક ઊંડા કબાટ જેવું ભંડારિયું હતું. તેમાં, જે જૂનાં કપડાં પહેરીને પોતે પહેલવહેલા મ૦ શહેરમાં આવ્યા હતા તે જનાં કપડાં, તેમનો જૂનો ગઠ્ઠાદાર દડો અને ઝોયણો ગોઠવી મૂકેલાં હતાં. પોતાના પૂર્વજીવનના સ્થૂલ પુરાવારૂપ એ બધી વસ્તુઓ તેમણે ઓળખાઈ જવાનું જોખમ ખેડીને પણ અત્યાર સુધી પવિત્ર સ્મૃતિ તરીકે સાચવી રાખી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org